Gujarat Summer weather update : ગુજરાતમાં બે દિવસ હિટવેવ, પછી વરસાદની આગાહી, રાજ્યમાં મોસમનો બેવડો માર

Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરીથી મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 37 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું.

Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરીથી મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 37 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update in gujarati

ગુજરાત વેધર સમાચાર - photo-freepik

Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો માર રહ્યો ચાલી રહ્યો છે. રાજ્યમાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી થઈ રહી છે. ગુજરાતમાં ફરીથી મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 37 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું.

Advertisment

41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે રવિવારે તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી હતી. ગુજરાતમાં 30.4 ડિગ્રી અને 41.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. 41.6 ડિગ્રી સાથે મહત્તમ તાપમાન સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 30.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન વધ્યું

ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો. જેના પગલે અમદાવાદમાં પણ તાપમાન વધારો થતાં તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે ગાંધીનગરમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ38.8 18.7
ડીસા38.4 18.4
ગાંધીનગર38.800
વિદ્યાનગર38.9 21.2
વડોદરા39.6 20.2
સુરત38.0 22.5
વલસાડ
દમણ34.8 20.8
ભૂજ38.2 20.6
નલિયા37.4 13.6
કંડલા પોર્ટ37.9 22.0
કંડલા એરપોર્ટ37.2 19.1
અમરેલી37.717.8
ભાવનગર38.2 21.7
દ્વારકા30.4 21.8
ઓખા32.2 25.0
પોરબંદર39.7 19.2
રાજકોટ40.9 17.0
વેરાવળ36.420.1
દીવ35.5 18.5
સુરેન્દ્રનગર40.7 19.8
મહુવા41.619.1
કેશોદ40.2 17.4
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

બે દિવસ હિટવેવ અને પછી કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં અત્યારે ઉનાળો કે ચોમાસુ ચાલે છે એ ખબર પડતી નથી. વાતાવરણમાં ગમે ત્યારે ફેરફાર થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના પોરબંદરમાં હીટવેવની આગાહી કરી હતી. જ્યારે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને ડાંગમાં વાવાઝોડા સાથે કમોસમી વરાસદ પડવાની શક્યતા છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત