/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Gujarat-heatwave-rain-forecast.jpg)
ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વિસ્તાર
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. ગુજરાતમાં ક્યાંક ગરમી પડી રહી છે તો ક્યાંક કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી વટાવીને 41 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં 36 ડિગ્રીની આજુબાજુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં હીટવેવ અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાને 42 ડિગ્રીની સપાટી વટાવી
ગુજરાતમાં તાપમાન ઉચકાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચ્યું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 30 ડિગ્રીથી લઈને 42.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
અમદાવાદમાં તાપમાન વધીને 42 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં બપોરના સમયમાં કાળઝાર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 40.8 | 23.2 |
| ડીસા | 40.7 | 19.5 |
| ગાંધીનગર | 40.6 | 23.0 |
| વિદ્યાનગર | 39.1 | 23.6 |
| વડોદરા | 39.4 | 23.8 |
| સુરત | 38.0 | 24.2 |
| વલસાડ | – | – |
| દમણ | 32.0 | 23.8 |
| ભૂજ | 41.3 | 22.0 |
| નલિયા | 39.0 | 15.5 |
| કંડલા પોર્ટ | 39.9 | 23.0 |
| કંડલા એરપોર્ટ | 40.4 | 22.4 |
| અમરેલી | 40.9 | 23.8 |
| ભાવનગર | 37.2 | 26.2 |
| દ્વારકા | 30.0 | 24.2 |
| ઓખા | 32.0 | 24.8 |
| પોરબંદર | 39.7 | 23.0 |
| રાજકોટ | 42.2 | 20.7 |
| વેરાવળ | 35.8 | 24.4 |
| દીવ | 38.6 | 20.5 |
| સુરેન્દ્રનગર | 42.3 | 22.8 |
| મહુવા | 41.8 | 22.6 |
| કેશોદ | 41.0 | 22.0 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં હીટવેવની આગાહી, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં અત્યારે બેવડી આગાહી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરાસદની આગાહી કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us