/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gujarat-summer-weather.jpg)
ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ - photo- freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં ઉનાળો શરૂ થયો છે. ઉનાળાની શરુઆતમાં જ કાળઝાળ ગરમી પડી હતી. જોકે, છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં ગરમી ઘટી રહી છે. જેના પગલે ગરમીથી લોકોને રાહત મળી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. જોકે, આગામી પાંચ દિવસ સુધી હવામાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે.
38 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમા તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 28.6 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોધાયું હતું. જેમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધારે તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત દ્વારકામાં 28.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાન યથાવત
રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે અમદાવાદમાં પણ તાપમાન યથાવત રહ્યું હતું. અમદાવાદમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદારમાં 36.4 ડિગ્રી મહત્તમ તાહમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 36.9 | 19.1 |
| ડીસા | 36.2 | 20.5 |
| ગાંધીનગર | 36.0 | 17.0 |
| વિદ્યાનગર | 36.5 | 21.4 |
| વડોદરા | 36.4 | 18.6 |
| સુરત | 36.4 | 23.6 |
| વલસાડ | – | – |
| દમણ | 33.2 | 22.2 |
| ભૂજ | 36.2 | 20.6 |
| નલિયા | 37.2 | 15.3 |
| કંડલા પોર્ટ | 36.8 | 22.4 |
| કંડલા એરપોર્ટ | 35.5 | 20.9 |
| અમરેલી | 37.4 | 20.4 |
| ભાવનગર | 34.7 | 23.2 |
| દ્વારકા | 28.6 | 23.0 |
| ઓખા | 31.0 | 23.7 |
| પોરબંદર | 35.1 | 18.8 |
| રાજકોટ | 38.0 | 19.8 |
| વેરાવળ | 33.9 | 21.2 |
| દીવ | 31.9 | 21.5 |
| સુરેન્દ્રનગર | 37.7 | 21.6 |
| મહુવા | 35.4 | 20.3 |
| કેશોદ | 36.5 | 17.4 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
પાંચ દિવસ લોકોને મળશે ગરમીમાંથી રાહત : IMD
અત્યારે ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી રહી છે ત્યારે લોકોને હજી પાંચ દિવસ સુધી કાળઝાર ગરમીથી રાહત મળી રહેશે. એવી હાવમાન વિભાગે આગાહી કરી છે. જોકે, એપ્રિલ મહિનાની શરુઆતથી ગરમી પોતાની ચરમ સીમા સુધી પહોંચી જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us