Gujarat Summer weather update : ગુજરાતમાં ગરમીમાંથી રાહત, ક્યાં કેટલી ગરમી નોંધાઈ, હવામાન વિભાગે શું આગાહી કરી?

Gujarat Weather Forecast : ગુજરાતમાં એક સમયે 42 ડિગ્રી સુધી પહોંચેલું મહત્તમ તાપમાન અત્યારે 36 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં કમોસી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં એક સમયે 42 ડિગ્રી સુધી પહોંચેલું મહત્તમ તાપમાન અત્યારે 36 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં કમોસી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer Weather update

ગુજરાતમાં ઉનાળો - photo-freepik

Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં માર્ચ મહિનો પુરો થવા આવી રહ્યો છે અને ગરમી વધવાને બદલે ઘટી રહી છે. અત્યારે ફરી પાછી બેવડી ઋતુ જેવો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં એક સમયે 42 ડિગ્રી સુધી પહોંચેલું મહત્તમ તાપમાન અત્યારે 36 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. એપ્રિલ મહિનાની શરુઆતમાં કમોસી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Advertisment

36.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં અત્યારે કાળઝાર ગરમીમાં આંશિક રાહત મળી રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 33 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ગુરુવારે 28.6 ડિગ્રીથી લઈને 36.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકા 28.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

48 કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો થઈ રહ્યો છે, ગુરુવારે રાજ્યમાં મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે કે આગામી બે દિવસ લોકોને ગરમીમાં રાહત મળશે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ36.6 24.5
ડીસા36.3 23.0
ગાંધીનગર35.6 25.5
વિદ્યાનગર34.1 22.8
વડોદરા35.4 23.6
સુરત31.4 23.4
વલસાડ
દમણ30.8 22.8
ભૂજ36.3 21.9
નલિયા32.4 20.2
કંડલા પોર્ટ34.0 22.4
કંડલા એરપોર્ટ36.6 21.7
અમરેલી36.0 21.6
ભાવનગર36.424.3
દ્વારકા28.6 24.6
ઓખા31.0 24.6
પોરબંદર32.6 19.4
રાજકોટ36.3 21.2
વેરાવળ29.8 23.3
દીવ32.2 21.3
સુરેન્દ્રનગર36.3 23.0
મહુવા35.2 20.9
કેશોદ35.0 19.7
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્યારે પડશે કમોસમી વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ ભેજવાળા પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં 1 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ પછી સમગ્ર વિસ્તારમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત આજે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત