/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gujarat-summer-Weather-update.jpg)
ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ્સ - photo - freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. માર્ચ મહિનો અડધા ઉપર નીકળી ગયો છે જોકે, મહિનાની શરૂઆતમાં ગરમી પડ્યા બાદ થોડા દિવસથી ગરમીએ વિરામ લીધો હોય એમ ગરમી ઓછી થઈ ગઈ છે. આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારે જ ગરમી રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
37.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં અત્યારે સામાન્ય ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 28.6 ડિગ્રીથી લઈને 37.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 37.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 28.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં સામાન્ય ગરમી વધી
અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે. ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ રહી છે. જોકે, હજી પણ ગરમી સામાન્ય છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતા ગરમી 37.5 ડિગ્રીએ પહોંચી હતી. જ્યારે ગાંધીનગરમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 37.5 | 20.5 |
| ડીસા | 38.1 | 20.0 |
| ગાંધીનગર | 37.4 | 18.2 |
| વિદ્યાનગર | 36.2 | 22.5 |
| વડોદરા | 37.0 | 19.6 |
| સુરત | 36.0 | 22.0 |
| વલસાડ | – | – |
| દમણ | 33.0 | 20.8 |
| ભૂજ | 36.2 | 20.3 |
| નલિયા | 34.0 | 15.6 |
| કંડલા પોર્ટ | 35.2 | 21.0 |
| કંડલા એરપોર્ટ | 37.1 | 18.4 |
| અમરેલી | 36.8 | 21.0 |
| ભાવનગર | 35.7 | 24.0 |
| દ્વારકા | 28.6 | 22.9 |
| ઓખા | 31.0 | 23.9 |
| પોરબંદર | 35.2 | 20.6 |
| રાજકોટ | 37.7 | 20.7 |
| વેરાવળ | 30.4 | 21.3 |
| દીવ | 35.7 | 18.0 |
| સુરેન્દ્રનગર | 37.3 | 22.0 |
| મહુવા | 38.2 | 20.1 |
| કેશોદ | 37.2 | 19.5 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ત્રણ દિવસ બાદ પડશે કાળઝાર ગરમી
માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us