Gujarat Summer weather update : ગુજરાતમાં ચાર દિવસ બાદ ગરમી ત્રણ ડિગ્રી સુધી વધશે, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં સવારે એકદમ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં આગમી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધી ઉછાળો આવી શકે છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં સવારે એકદમ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં આગમી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધી ઉછાળો આવી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer weather

ગુજરાત ઉનાળો વેધર અપડેટ - photo - freepik

Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગરમી પણ પ્રમાણમાં ઓછી થઈ રહી છે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન આસપાસ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં સવારે એકદમ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં આગમી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધી ઉછાળો આવી શકે છે.

Advertisment

રાજકોટ સતત રાજ્યનું ગરમ શહેર

ગુજરાતમાં અત્યારે ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 31 ડિગ્રીથી લઈને 38.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. રાજકોટમાં થોડા દિવસોથી સતત રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજકોટમાં 38.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ

ઉનાળાની શરૂઆત થવાની સાથે જ ગરમી પડવાનું શરૂ થયું હતું જોકે, હોળી પછી તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદમાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સવારે ઠંડી અને બપોરે ગરમીની અસર વર્તાય છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ36.821.7
ડીસા36.819.9
ગાંધીનગર36.5 20.0
વિદ્યાનગર37.522.2
વડોદરા36.418.6
સુરત36.820.8
વલસાડ
દમણ34.4 20.0
ભૂજ37.222.4
નલિયા37.016.0
કંડલા પોર્ટ36.222.3
કંડલા એરપોર્ટ37.020.5
અમરેલી37.420.4
ભાવનગર36.020.2
દ્વારકા31.623.5
ઓખા31.024.1
પોરબંદર36.6 20.9
રાજકોટ38.718.3
વેરાવળ35.6 20.3
દીવ34.818.7
સુરેન્દ્રનગર38.321.0
મહુવા37.017.9
કેશોદ38.017.9
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ચાર દિવસ બાદ 3 ડિગ્રી તાપમાન વધશે : IMD

ગુજરાતમાં અત્યારે ગરમીમાં રાહત વર્તાઈ રહી છે. ત્યારે હજી ચાર દિવસ આવું જ તાપમાન રહેશે. જોકે, ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે. એટલે આગામી ચાર દિવસ બાદ તાપમાન વધવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જશે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત