/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gujarat-summer-update.jpg)
ગુજરાત વેધર અપડેટ્સ - Photo - freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં માર્ચ મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે ગરમી પણ હવે ધીમે ધીમે વધશે.અત્યારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે આગામી 24 કલાક પછી ગરમી વધવાની શક્યતાઓ સેવી છે. એટલે હવે લોકોને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.
રાજકોટ ફરી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં હવે ધીમે ધીમે ગરમી વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 29 ડિગ્રી અને 38.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 38.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાનમાં વધારો નોંધાયો
રાજ્યમાં હવે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પહેલા કરતા એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. અમદાવાદમાં 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 36.8 મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 37.2 | 23.0 |
| ડીસા | 37.8 | 21.3 |
| ગાંધીનગર | 36.8 | 22.2 |
| વિદ્યાનગર | 35.9 | 21.2 |
| વડોદરા | 36.4 | 23.2 |
| સુરત | 36.0 | 22.0 |
| વલસાડ | – | – |
| દમણ | 33.4 | 21.8 |
| ભૂજ | 38.1 | 21.4 |
| નલિયા | 36.4 | 21.4 |
| કંડલા પોર્ટ | 34.8 | 21.5 |
| કંડલા એરપોર્ટ | 37.8 | 21.4 |
| અમરેલી | 36.8 | 19.8 |
| ભાવનગર | 35.2 | 23.0 |
| દ્વારકા | 29.0 | 24.5 |
| ઓખા | 31.4 | 24.2 |
| પોરબંદર | 32.4 | 19.8 |
| રાજકોટ | 38.3 | 20.9 |
| વેરાવળ | 29.4 | 21.9 |
| દીવ | 31.5 | 21.1 |
| સુરેન્દ્રનગર | 36.5 | 22.0 |
| મહુવા | 33.4 | 20.6 |
| કેશોદ | 37.0 | 19.0 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
24 કલાક બાદ રાજ્યમાં ગરમી રંગ દેખાડશે : IMD
માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે. આગામી એક દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us