/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Gujarat-double-forecast.jpg)
ગુજરાતમાં બેવડી આગાહી - photo - freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં બેવડી અસર થઈ રહી છે. એક તરફ હીટવેવ તો બીજી તરફ વરસાદી માહોલ છવાયેલો હતો. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાને 42 ડિગ્રીની સપાટી વટાવી છે. મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાનની આસપાસ રહ્યું હતું. આજે ગુરુવારે પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી.
42.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ વચ્ચે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉચકાયો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુજરાતમાં 30.4 ડિગ્રીથી લઈને 42.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 30.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યુંહતું.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં અત્યારે તાપમાન વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ત્યારે કાળઝાર ગરમી પડી રહી છે. બપોરના સમયે રસ્તાઓ ઉપર લોકોનો ઘસારો ઓછો થઈ રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 40.5 | 21.1 |
| ડીસા | 41.3 | 20.4 |
| ગાંધીનગર | 40.8 | 20.8 |
| વિદ્યાનગર | 42.3 | 22.8 |
| વડોદરા | 40.6 | 22.8 |
| સુરત | 39.6 | 24.6 |
| વલસાડ | – | – |
| દમણ | 36.2 | 23.6 |
| ભૂજ | 41.4 | 22.7 |
| નલિયા | 41.0 | 16.8 |
| કંડલા પોર્ટ | 39.4 | 23.5 |
| કંડલા એરપોર્ટ | 41.6 | 23.0 |
| અમરેલી | 00 | 20.8 |
| ભાવનગર | 39.7 | 24.0 |
| દ્વારકા | 30.4 | 24.2 |
| ઓખા | 32.4 | 24.8 |
| પોરબંદર | 40.6 | 19.6 |
| રાજકોટ | 42.1 | 20.2 |
| વેરાવળ | 39.2 | 24.2 |
| દીવ | 33.0 | 19.7 |
| સુરેન્દ્રનગર | 42.8 | 23.0 |
| મહુવા | 39.8 | 19.5 |
| કેશોદ | 41.2 | 19.2 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્રમાં હીટવેવ તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ સેવી હતી.
હવામાન વિભાગ પ્રમાણે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર,નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી,દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us