/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gujarat-rain-forecast.jpg)
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી - photo -freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં ઉનાળો શરૂ થયો છે જોકે, માર્ચ એન્ડિંગ થતાં થતાં વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. આમ કાળઝાર ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી રહી છે. અત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. જ્યારે એપ્રિલના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરાસદની આગાહી કરવામા આવી રહી છે.
મહુવા 39.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં અત્યારે ગરમીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 31.8 ડિગ્રીથી લઈને 39.4 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. 39.4 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઓખા 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહુવામાં પહેલીવાર રાજ્યની સૌથી વધારે ગરમી નોંધાઈ હતી.
અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં
અત્યારે ગુજરાતમાં ગરમીમાં મોટો ફેરફાર થઈ રહ્યો નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં મોટો ફેરફાર થયો નથી. અમદાવાદમાં 36.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયો હતો. જ્યારે વડોદારમાં પણ 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.સુરતમાં 38.1 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 36.7 | 18.1 |
| ડીસા | 36.7 | 17.0 |
| ગાંધીનગર | 37.0 | 00 |
| વિદ્યાનગર | 36.3 | 20.2 |
| વડોદરા | 37.0 | 19.2 |
| સુરત | 38.1 | 20.8 |
| વલસાડ | – | – |
| દમણ | 33.6 | 21.0 |
| ભૂજ | 36.4 | 18.6 |
| નલિયા | 35.6 | 14.0 |
| કંડલા પોર્ટ | 37.9 | 20.0 |
| કંડલા એરપોર્ટ | 36.6 | 16.6 |
| અમરેલી | 37.7 | 17.8 |
| ભાવનગર | 35.9 | 19.8 |
| દ્વારકા | 35.8 | 21.2 |
| ઓખા | 31.8 | 25.4 |
| પોરબંદર | 38.5 | 18.2 |
| રાજકોટ | 39.0 | 16.2 |
| વેરાવળ | 38.2 | 19.7 |
| દીવ | 37.6 | 15.9 |
| સુરેન્દ્રનગર | 39.2 | 20.0 |
| મહુવા | 39.4 | 16.5 |
| કેશોદ | 38.8 | 17.5 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
બે દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં માર્ચ મહિનો પુરો થવાના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં કેટલાક દિવસથી ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યારે ગરમી વધવાના બદલે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us