Gujarat Summer weather update : ગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં ગરમીનું રેડ એલર્ટ, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Summer weather update : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સપાટી વટાવી દીધી છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Summer weather update : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સપાટી વટાવી દીધી છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer Weather update heatwave

ગુજરાત વેધર અપડેટ્સ ઉનાળાની આગાહી - Express photo

Gujarat Summer weather update, ગુજરાત વેધર : ગુજરાતમાં અત્યારે ઉનાળો પોતાની ચરમસીમા પર આવી ગયો છે. ગરમી પણ દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સપાટી વટાવી દીધી છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisment

સુરેન્દ્રનગરમાં તાપમાને 44 ડિગ્રી સપાટી વટાવી

ગુજરાતમાં તાપમાન વધવા લાગ્યું છે. ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 32.4 ડિગ્રીથી લઈને 44.2 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 44.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

અમદાવાદમાં પણ તાપમાને 43 ડિગ્રી સપાટી સ્પર્શી

રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન ઉચકાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાને 43 ડિગ્રી પહોંચી ગયું છે. જ્યારે રાજ્યના પાટનગરમાં 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અત્યારે બપોરના સમયે આકાશમાંથી આગ વરસી રહી છે. બપોરના સમયે રસ્તાઓ ઉપર લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ43.0 24.5
ડીસા43.3 23.0
ગાંધીનગર42.5 24.6
વિદ્યાનગર41.4 24.6
વડોદરા41.8 24.8
સુરત40.8 24.8
વલસાડ
દમણ37.8 23.8
ભૂજ43.0 25.1
નલિયા38.6 18.4
કંડલા પોર્ટ40.8 24.0
કંડલા એરપોર્ટ45.6 26.4
અમરેલી42.900
ભાવનગર40.4 25.6
દ્વારકા32.4 25.4
ઓખા33.4 25.2
પોરબંદર37.7 22.8
રાજકોટ43.9 24.4
વેરાવળ31.8 23.3
દીવ39.1 22.8
સુરેન્દ્રનગર44.2 26.0
મહુવા38.6 23.1
કેશોદ42.1 21.9
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ

ગુજરાતમાં ઉનાળાનો આકરો બનતો જાય છે ત્યારે હવામાન વિભાગે પણ રેડ એલર્ટની આગાહી કરી છે. આજે 7 એપ્રિલ 2025ના રોજ કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના જૂનાગઢ તેમજ દિવસમાં હીટવેવની આગાહી કરી છે.

હિટ વેવ વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત