Gujarat Summer weather update : હવે ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે,આ વિસ્તારોમાં હીટવેવની આગાહી, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Summer weather update : થોડા દિવસથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવતી હતી. જેના પગલે આ વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત હતી. જોકે હવે આગામી દિવસોમાં ભયંકર ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

Gujarat Summer weather update : થોડા દિવસથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવતી હતી. જેના પગલે આ વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત હતી. જોકે હવે આગામી દિવસોમાં ભયંકર ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer weather

ગુજરાતમાં ઉનાળો - Express photo

Gujarat Summer weather update, ગુજરાત વેધર : એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે અને હવે ઉનાળો પણ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરું કરી દીધું છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી પહોંચી ગયું છે. અને સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. જોકે થોડા દિવસથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવતી હતી. જેના પગલે આ વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત હતી. જોકે હવે આગામી દિવસોમાં ભયંકર ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

Advertisment

રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાતમાં હવે કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે 30.8 ડિગ્રીથી લઈને 43.2 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 30.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી

ઉનાળો એકદમ જામવા લાગ્યા છે ત્યારે ગુજરાતમાં તેની અસર દેખાઈ રહી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન હવે 40 ડિગ્રીની આસપાસ પહોંચી છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાને 41 ડિગ્રીએ સપાટી વટાવીને 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી હતી. ગાંધીનગરમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ41.3 23.6
ડીસા42.1 21.3
ગાંધીનગર41.000
વિદ્યાનગર38.9 24.0
વડોદરા39.2 24.8
સુરત35.8 26.0
વલસાડ
દમણ33.026.0
ભૂજ44.5 24.4
નલિયા40.4 19.0
કંડલા પોર્ટ38.2 24.3
કંડલા એરપોર્ટ42.0 21.2
અમરેલી41.1 20.4
ભાવનગર37.0 23.8
દ્વારકા30.8 24.0
ઓખા32.2 25.0
પોરબંદર33.4 18.8
રાજકોટ42.9 22.0
વેરાવળ31.0 22.3
દીવ32.5 21.4
સુરેન્દ્રનગર43.2 23.8
મહુવા34.2 21.1
કેશોદ40.7 19.2
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી છ દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી

થોડા દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી હતી. ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ રહી હતી. જોકે, હવે હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની આગાહી કરી હતી. હવામાન વિભાગ પ્રમાણે સારાષ્ટ્રના રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હિટ વેવ વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત