Gujarat weather update : આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

Gujarat Summer weather update : ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી.આજે ગુજરાતભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Gujarat Summer weather update : ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી.આજે ગુજરાતભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain imd forecast

ગુજરાતમાં વરસાદની આગાહી- photo- freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો બરોબર જામી ગયો છે. તો બીજી તરફ ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. ક્યાંક કમોસમી વરસાદ, કરા પણ પડ્યા હતા. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી.આજે ગુજરાતભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Advertisment

પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે ભરઉનાળે વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતા ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

હવામન વિભાગ પ્રમાણે ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરી હતી.

આગાહી પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિકલાક અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ37.4 26.6
ડીસા36.2 22.6
ગાંધીનગર37.5 24.5
વિદ્યાનગર38.5 28.2
વડોદરા37.2 27.6
સુરત33.3 28.0
વલસાડ
દમણ34.6 26.2
ભૂજ37.6 25.4
નલિયા35.2 27.2
કંડલા પોર્ટ37.4 27.8
કંડલા એરપોર્ટ43.525.3
અમરેલી42.825.2
ભાવનગર38.0 26.0
દ્વારકા34.7 27.8
ઓખા34.8 28.2
પોરબંદર34.2 26.2
રાજકોટ41.0 26.2
વેરાવળ32.8 28.3
દીવ33.1 27.3
સુરેન્દ્રનગર40.1 27.0
મહુવા34.4 26.3
કેશોદ36.0 27.0

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડાથી લોકોને રાહત

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પવન ફૂકાંતા વાતાવરમણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે કાળઝાળ ગરમીમાં લોકોને આંશિક રાહત મળી હતી. તાપમાન એક તબક્કે 46 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જે અત્યારે 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આમ મહત્તમ તાપમાનથી 6 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત