/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Gujarat-heat-wave-rain-forecast.jpg)
ગુજરાત હવામાન અપડેટ્સ - photo - freepik
Gujarat Summer weather update, ગુજરાત વેધર : એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે ધીમે ધીમે ગરમી પોતાનું સ્વરૂપ દેખાડવા લાગ્યું છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં રાહત છે કારણ કે અહીં વરસાદી વાતાવરણ છવાયેલું છે. આ વિસ્તારોમાં આજે શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર બન્યું અગનગોળો
ગુજરાતમાં હવે ગરમીએ પોતાનો અસલી ચહેરો દેખાડવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનનાં આંકડા પ્રમાણે ગુજરાતમાં 30.2 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર આગની ભઠ્ઠી બની ગયું હતું.જ્યારે દ્વારકામાં 30.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પર યથાવત
ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ આગઝરતી ગરમી પડી રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની સપાટીએ યથાવત રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં થોડી ગરમી ઘટીને 39.9 ડિગ્રી પર રહી હતી. અમદાવાદ શહેરમાં બપોરના સમયમાં સૂર્યદેવ આગ વરસાવી રહ્યા હોય તેવી અનુભૂતી થાય છે. રોડ રસ્તાઓ ઉપર લોકોની અવર જવર પણ ઓછી દેખાઈ રહી છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 40.0 | 21.5 |
| ડીસા | 41.2 | 20.3 |
| ગાંધીનગર | 39.9 | 21.0 |
| વિદ્યાનગર | 39.7 | 23.4 |
| વડોદરા | 38.8 | 23.0 |
| સુરત | 34.2 | 25.6 |
| વલસાડ | – | – |
| દમણ | 35.0 | 25.4 |
| ભૂજ | 42.8 | 23.0 |
| નલિયા | 39.6 | 19.0 |
| કંડલા પોર્ટ | 39.0 | 24.3 |
| કંડલા એરપોર્ટ | 42.0 | 21.4 |
| અમરેલી | 41.3 | 19.4 |
| ભાવનગર | 38.7 | 25.0 |
| દ્વારકા | 30.2 | 23.8 |
| ઓખા | 32.4 | 24.8 |
| પોરબંદર | 37.0 | 18.8 |
| રાજકોટ | 42.7 | 21.2 |
| વેરાવળ | 32.2 | 22.9 |
| દીવ | 31.4 | 21.0 |
| સુરેન્દ્રનગર | 43.0 | 23.4 |
| મહુવા | 33.4 | 20.3 |
| કેશોદ | 40.9 | 20.2 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગહી
ગુજરાતમાં એક તરફી અગન વર્ષા થઈ રહી છે તો બીજી તરફ વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કચ્છ, રાજકોટ, જૂનાગઢ, કચ્છ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us