Gujarat weather update : ગુજરાતમાં ગરમી 46 ડિગ્રી પાર, રાજકોટ આગની ભઠ્ઠીમાં ફેરવાયું, અહીં હિટવેવની આગાહી

Gujarat Summer weather update : રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રીની સપાટી વટાવી ચુક્યો છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરી હતી.

Gujarat Summer weather update : રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રીની સપાટી વટાવી ચુક્યો છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather summer update

ગુજરાત ઉનાળો, વેધ અપડેટ્સ - Express photo

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રીની સપાટી વટાવી ચુક્યો છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરી હતી. જોકે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં મેની શરુઆતમાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે.

Advertisment

46.2 ડિગ્રી સાથે રાજકોટ આગની ભઠ્ઠીમાં ફેરવાયું

મે મહિનાની શરુઆત બે દિવસમાં થઈ જશે ત્યારે ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તાપમાનના ઉચકાતા પારા વચ્ચે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી વટાવી ગયું હતું. ગુજરાતમાં 32.5 ડિગ્રીથી લઈને 46.2 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પહોંચ્યું

રાજ્યમાં તાપમાન વધવાની સાથે અમદાવાદમાં પણ ગરમીનો પારો વધ્યો હતો. અમદાવાદમાં બપોરના સમયે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હતા. ગરમ પવનોના કારણે રસ્તા ઉપર લોકોની અવરજવર ઓછી થઈ હતી. લોકોએ કામ વગર ગરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. અમદાવાદમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં ગાંધીનગરમાં 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ44.0 25.7
ડીસા41.6 25.5
ગાંધીનગર43.2 25.8
વિદ્યાનગર40.6 25.0
વડોદરા40.6 27.2
સુરત33.6 27.5
વલસાડ
દમણ34.2 26.0
ભૂજ42.2 25.8
નલિયા37.4 23.8
કંડલા પોર્ટ38.4 25.5
કંડલા એરપોર્ટ44.1 24.4
અમરેલી43.522.6
ભાવનગર42.224.0
દ્વારકા32.5 27.0
ઓખા33.2 27.2
પોરબંદર35.2 23.1
રાજકોટ46.2 25.8
વેરાવળ32.4 27.4
દીવ33.0 25.5
સુરેન્દ્રનગર44.8 26.8
મહુવા34.2 24.3
કેશોદ39.8 24.4
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આ વિસ્તારોમાં હિટવેવની આગાહી

ગુજરાતમાં ગરમી વધી રહી છે. ઉનાળો પોતાની ચરમ સીમા ઉપર પહોંચી ગયો છે ત્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી હતી. બે દિવસ આ વિસ્તારોમાં હિટવેવ રહેશે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, સૌરાષ્ટ્ર અને મોરબીમાં હિટવેવ રહેશે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત