Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, હીટવેવની આગાહી, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં થોડા દિવસ ગરમીમાંથી રાહત મળ્યા બાદ હવે ફરીથી ગરમીનો રાઉન્ડ શરુ થયો છે. હવે તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં થોડા દિવસ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે રવિવારે મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થયો હતો. જેના પગલે તાપમાન 44 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો થશે.
ગુજરાતમાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તપામાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયા હતા. ગુજરાતમાં 31.3 ડિગ્રીથી લઈને 43.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તપામાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગમર શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ફરી તાપમાન 41 ડિગ્રીની પાર
ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની હીટવેવ પણ શરૂ થઈ ગઈ હતી. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રી પાર ગયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને 41.6 ડિગ્રી મહત્તમ સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રી વટાવીને 41.5 ડિગ્રી પહોંચ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 41.6 26.0 ડીસા 40.2 25.1 ગાંધીનગર 41.5 28.0 વિદ્યાનગર 38.9 26.4 વડોદરા 39.6 26.8 સુરત 34.5 26.2 વલસાડ – – દમણ 33.4 25.2 ભૂજ 40.9 24.4 નલિયા 36.2 23.0 કંડલા પોર્ટ 37.6 25.2 કંડલા એરપોર્ટ 43.6 24.7 અમરેલી 42.0 23.2 ભાવનગર 38.2 23.4 દ્વારકા 31.3 26.2 ઓખા 32.8 25.6 પોરબંદર 35.0 23.4 રાજકોટ 42.7 23.2 વેરાવળ 31.8 26.2 દીવ 34.1 24.3 સુરેન્દ્રનગર 42.3 25.0 મહુવા 35.4 21.6 કેશોદ 40.0 23.2
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આગામી પાંચ દિવસ તાપમાન વધશે: IMD
ગુજરાતમાં થોડા દિવસ તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે, હવે ધીમે ધીમે ગરમી વધી રહી છે. ત્યારે આગામી પાંચ દિવસમાં ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે. એટલેકે આગામી દિવસોમાં ગરમી 45 ડિગ્રીની સપાટી વટાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે બે દિવસ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.





