Gujarat weather update : ગુજરાતમાં બે દિવસ બાદ ફરી શરૂ થશે ગરમીનો રાઉન્ડ? IMDએ આવી કરી આગાહી

Gujarat Summer weather update : હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાએ સેવી છે.

Gujarat Summer weather update : હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાએ સેવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer weather update Temperatures

ગુજરાતમાં ઉનાળો, હવામાન અપડેટ્સ - photo-freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં અત્યારે ઉનાળા દરમિયાન વરસાદી માહોલ છવાયેલો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાએ સેવી છે. જોકે, બે દિવસ બાદ ગરમીમાં વધારો થવાની પણ શક્યતા પણ સેવાઈ રહી છે.

Advertisment

બે દિવસ રાજ્યના આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ સેવી છે. હવામાન વિભાગે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ,દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. આવા વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેશે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ37.8 27.6
ડીસા37.1 27.4
ગાંધીનગર37.4 27.5
વિદ્યાનગર35.5 26.4
વડોદરા36.4 27.8
સુરત36.327.8
વલસાડ
દમણ35.4 27.0
ભૂજ37.4 24.2
નલિયા334.6 27.6
કંડલા પોર્ટ36.5 28.0
કંડલા એરપોર્ટ38.0 25.9
અમરેલી36.1 23.7
ભાવનગર35.2 26.5
દ્વારકા32.7 28.6
ઓખા34.0 28.6
પોરબંદર34.2 26.0
રાજકોટ38.5 25.4
વેરાવળ33.4 27.2
દીવ33.2 25.2
સુરેન્દ્રનગર38.8 27.6
મહુવા34.0 25.5
કેશોદ35.4 25.8
Advertisment

આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

બે દિવસ બાદ ગરમી વધવાની શક્યતા

હવામાન વિભાગે બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે. જોકે, અત્યારથી જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત