Gujarat weather update : ગુજરાતમાં 24 કલાક બાદ રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરુ થશે, આજે ક્યાં પડશે વરસાદ?

Gujarat Summer weather update : ગુજરાતમાં હજી પણ એક દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે.

Gujarat Summer weather update : ગુજરાતમાં હજી પણ એક દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer today weather

ગુજરાત વેધર, આજનું હવામાન - photo- freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો પુરો થવાના આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે. મે મહિનો શરુ થવાની સાથે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ઠેકઠેકાણે વાવાઝોડા સાથે વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે પાકને નુકસાન પણ પહોંચ્યું હતું. હજી પણ એક દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. અને આગામી 24 કલાક બાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરુ થવાની શક્યતા સેવાઈ છે.

Advertisment

24 કલાક બાદ રાજ્યમાં ફરી ગરમી વધશે

મે મહિનો અડધો થયો છે અને ઉનાળો પણ આગળ વધી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચે ઉતર્યો હતો. જોકે હવે આગામી દિવસોમાં ગરમીનો વધુ એક રાઉન્ડ શરુ થાય એવું માનવામાં આવી રહ્યું છે. અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પરો 38 ડિગ્રી આસપાસ રહ્યો હતો.

રાજ્યમાં ગરમી 41 ડિગ્રીએ પહોંચી

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 32.3 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે દ્વારકામાં 32.3 ડિગ્રી મહત્મ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ38.8 29.0
ડીસા38.828.1
ગાંધીનગર38.5 28.0
વિદ્યાનગર38.3 27.8
વડોદરા38.2 27.8
સુરત35.6 28.0
વલસાડ
દમણ35.4 27.4
ભૂજ38.926.2
નલિયા35.0 26.8
કંડલા પોર્ટ39.2 28.0
કંડલા એરપોર્ટ41.0 27.2
અમરેલી39.3 25.6
ભાવનગર38.4 27.7
દ્વારકા32.3 28.4
ઓખા33.6 28.1
પોરબંદર33.8 26.0
રાજકોટ41.4 26.2
વેરાવળ32.7 29.0
દીવ33.4 26.8
સુરેન્દ્રનગર41.0 28.0
મહુવા34.226.5
કેશોદ36.0 27.0
Advertisment

આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 16 મે 2025ના રોજ રાજ્યમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવસમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હિટ વેવ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત