/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/gujarat-weathear-Partial-relief.jpg)
ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો - Photo - freepik
Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો બરોબર જામી ગયો છે. રાજ્યમાં એક તબક્કે તાપમાને 45 ડિગ્રીની સપાટી વટાવી હતી. જોકે, ગુરુવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે કરા પડ્યા હતા. બહરાઈચમાં મોટા કદના કરા પડ્યા.
ગુજરાતમાં 45 ડિગ્રીથી તાપમાન ગગડ્યું
ગુજરાતમાં ઉનાળો આગળ વધી રહ્યો છે. થોડા દિવસ તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. જોકે, ગુરુવારે મહત્તમ તાપમા 45 ડિગ્રીથી પારો ગગડ્યો હતો અને 43 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટીને 40 ડિગ્રીની નીચે ઉતર્યું હતું. જ્યારે રાજ્યમાં 31 ડિગ્રીથી લઈને 43.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 43.3 ડિગ્રી સાથે અમદાવાદમાં રાજ્યનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 31 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
43.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર
એક તરફ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. અમદાવાદમાં 43.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી વધુ તાપમાન હતું. અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ 43.2 ડિગ્રી સાથે બીજા સ્થાને રહ્યું હતું.
ત્રણ દિવસ ગરમી ઘટશે જોકે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી
ગુજરાતમાં અત્યારે તાપમાનમાં ઘટાડો થયો છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા હવામાન વિભાગે કરી હતી.
જોકે બીજી તરફ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી અને ઉત્તર ગુજરાતના બનાસકાંટા અને સાબરકાંઠામાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 43.3 | 27.9 |
| ડીસા | 41.8 | 23.6 |
| ગાંધીનગર | 43.2 | 27.5 |
| વિદ્યાનગર | 40.9 | 26.0 |
| વડોદરા | 40.8 | 24.4 |
| સુરત | 34.4 | 26.0 |
| વલસાડ | – | – |
| દમણ | 35.0 | 25.4 |
| ભૂજ | 40.2 | 24.6 |
| નલિયા | 39.8 | 21.8 |
| કંડલા પોર્ટ | 39.9 | 25.3 |
| કંડલા એરપોર્ટ | 42.6 | 24.2 |
| અમરેલી | 42.8 | 26.5 |
| ભાવનગર | 31.0 | 25.9 |
| દ્વારકા | 31.3 | 25.5 |
| ઓખા | 32.4 | 25.4 |
| પોરબંદર | 37.2 | 21.3 |
| રાજકોટ | 43.0 | 25.0 |
| વેરાવળ | 34.0 | 23.8 |
| દીવ | 33.2 | 24.7 |
| સુરેન્દ્રનગર | 43.0 | 25.7 |
| મહુવા | 35.4 | 26.1 |
| કેશોદ | 40.0 | 20.3 |
ઉત્તર પ્રદેશમાં મોસમે યુટર્ન લીધો, ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ
ઉત્તર પ્રદેશણાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુરુવારે પૂર્વ તરાઈ ક્ષેત્રના 45થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ઝરમર વરસાદની શક્યતા છે. બુધવારે, રાજ્યના વિવિધ ભાગોમાં પૂર્વીય પવનો ફૂંકાયા હતા અને વાદળોની હિલચાલ સાથે, સંત કબીર નગર, બહરાઇચ, ચુરુક વગેરેમાં છૂટાછવાયા ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us