Gujarat weather update : ગુજરાતમાં આગ ઓકતો ઉનાળો, રાજકોટ અને કચ્છમાં હીટવેવની આગાહી, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Summer weather update : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે 24 કલાક માટે હજી પણ આકાશમાંથી આગ વરસશે.

Gujarat Summer weather update : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે 24 કલાક માટે હજી પણ આકાશમાંથી આગ વરસશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer weather

ગુજરાતમાં ઉનાળો - Express photo

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો :ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમસીમા નજીક પહોંચી ગયું છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. જેના પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમ પવન ફૂંકાવાના કારણે લૂ અને સનસ્ટ્રોકના કેસોમાં પણ વધારો જણાઈ રહ્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે 24 કલાક માટે હજી પણ આકાશમાંથી આગ વરસશે.

Advertisment

સતત કેટલાક દિવસોથી કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર

ગુજરાતમાં દિવસે ને દિવસ ગરમી વધી રહે છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 31.6 ડિગ્રીથી લઈને 43.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ 43.8 ડિગ્રી મહત્તમ તામપાન સાથે કંડલા સતત કેટલાક દિવસથી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ રાજ્યનું સૌથી બીજું ગરમ શહેર

ગુજરાતમાં વધતા જતા તાપમાન વચ્ચે અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થતો રહે છે. અમદાવાદમાં તાપમાન વધીને 42.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં બપોરે સુરત દાદા આકાશમાંથી આગ ઓકી રહ્યા છે. ભીષણ ગરમીના કારણે લોકો તોબા પોકારી ગયા છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ42.6 26.0
ડીસા41.6 25.5
ગાંધીનગર41.6 25.6
વિદ્યાનગર40.3 25.5
વડોદરા40.6 26.6
સુરત36.4 26.6
વલસાડ
દમણ36.8 25.2
ભૂજ41.0 25.7
નલિયા36.0 21.5
કંડલા પોર્ટ38.0 25.0
કંડલા એરપોર્ટ43.8 24.8
અમરેલી0023.0
ભાવનગર41.2 24.4
દ્વારકા31.6 26.3
ઓખા32.8 26.2
પોરબંદર35.2 22.0
રાજકોટ42.8 24.4
વેરાવળ31.3 25.5
દીવ34.5 23.6
સુરેન્દ્રનગર42.5 25.4
મહુવા0020.6
કેશોદ39.7 24.3
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

24 કલાક ગુજરાતમાં આકાશમાંથી આગ વરસશે

એપ્રીલ મહિનો અડધો થવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ઉનાળો આકરો બની રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

હિટ વેવ વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત