/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gujarat-summer-weather.jpg)
ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ - photo- freepik
Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો શરૂ થયો છે ત્યારે અત્યારે મૌસમે યુટર્ન લીધો હતો. રાજ્યમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે જોકે, વાતાવરણમાં ઉકળાટ રહેતા લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આગામી બે દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી હતી.
ગુજરાતમાં મહત્તમ તાપમાનથી 5 ડિગ્રી જેટલો ઘટાડો થયો
અત્યારે ગુજરાતમાં વાતાવરણમાં ઘટાડો થવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે 31.4 ડિગ્રીથી લઈને 40.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 40.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દીવમાં 31.4 ડિગ્રી સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં 24 કલાકમાં 5 ડિગ્રી કરતા તાપમાન ઘટ્યું
ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમં 24 કલાકમાં 5 ડિગ્રીથી વધારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં તાપમાન ઘટીને 37.8 ડિગ્રી પર આવી હતી. જ્યારે ગાંધીનગરમાં પણ 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 37.8 | 25.7 |
| ડીસા | 36.4 | 23.5 |
| ગાંધીનગર | 37.0 | 24.8 |
| વિદ્યાનગર | 37.7 | 24.4 |
| વડોદરા | 36.8 | 25.6 |
| સુરત | 32.8 | 26.4 |
| વલસાડ | – | – |
| દમણ | 35.0 | 24.8 |
| ભૂજ | 37.3 | 24.8 |
| નલિયા | 33.5 | 25.5 |
| કંડલા પોર્ટ | 34.4 | 25.6 |
| કંડલા એરપોર્ટ | 38.8 | 24.2 |
| અમરેલી | 38.8 | 23.5 |
| ભાવનગર | 39.0 | 23.2 |
| દ્વારકા | 31.5 | 26.0 |
| ઓખા | 32.2 | 25.8 |
| પોરબંદર | 32.6 | 25.4 |
| રાજકોટ | 40.3 | 24.0 |
| વેરાવળ | 31.8 | 26.8 |
| દીવ | 31.4 | 24.5 |
| સુરેન્દ્રનગર | 39.3 | 25.2 |
| મહુવા | 32.4 | 23.5 |
| કેશોદ | 34.6 | 23.7 |
બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાયઃ હવામાન વિભાગ
ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક એટલે કે બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સુધી ઉપર જશે. બે દિવસ બાદ કાળઝાર ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આ ઉપરાંત આજે ઉત્તર ગુજરાતના સાબકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us