Gujarat weather update : ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો, રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Summer weather update : ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

Gujarat Summer weather update : ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer Weather update heat wave forecast

ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો - Photo - freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં અત્યાર સુધી ગરમી ભુક્કા બોલાવી રહી છે. કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે, શુક્રવારે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

Advertisment

43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ઊંચુ તાપમાન

એક તરફ રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે ત્યારે રાજકોટમાં તાપમાન ઉચકાયું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. શુક્રવારે ગુજરાતમાં 32 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. જેમાં 43 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

અમદાવાદમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો

શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરમાં પણ ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી. અમદાવાદમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ41.7 26.6
ડીસા40.5 24.8
ગાંધીનગર40.8 26.0
વિદ્યાનગર39.7 25.5
વડોદરા39.4 26.8
સુરત35.8 26.4
વલસાડ
દમણ33.8 25.4
ભૂજ41.5 23.4
નલિયા35.0 20.9
કંડલા પોર્ટ35.6 24.5
કંડલા એરપોર્ટ42.0 23.4
અમરેલી41.1 23.6
ભાવનગર37.8 27.0
દ્વારકા32.0 26.5
ઓખા32.8 26.6
પોરબંદર33.2 20.2
રાજકોટ43.0 24.0
વેરાવળ31.6 25.6
દીવ32.7 24.0
સુરેન્દ્રનગર41.8 25.4
મહુવા35.4 20.9
કેશોદ38.0 23.3
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

તાપમાન અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?

અત્યારે ગરમીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે, ત્યારબાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા સેવી છે. આમ ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમી ભુક્કા બોલાવશે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત