/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Gujarat-weather-heat-and-rain.jpg)
ગુજરાત આજનું હવામાન - photo by IEGujarati
Gujarat Summer weather update, ગુજરાત હવામાન: ગુજરાતમાં ઉનાળો અંત તરફ આગળ વધી રહ્યો છે. જોકે, રાજ્યમાં એક તરફ ગરમી પડી રહી છે અને બીજી તરફ ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. અમદાવાદમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. હવામાન વિભાગે આજે ગુરુવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
આજે આ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ઉનાળા વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું
ગુજરાતમાં ઉનાળો ચરમસીમા ઉપર પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાન આંકડા પ્રમાણે ગુજરાતમાં 32.2 ડિગ્રીથી લઈને 40.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દીવમાં 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 40.0 | 29.9 |
| ડીસા | 40.3 | 29.0 |
| ગાંધીનગર | 39.8 | 27.5 |
| વિદ્યાનગર | 38.3 | 29.6 |
| વડોદરા | 38.2 | 29.0 |
| સુરત | 33.6 | 24.9 |
| વલસાડ | – | – |
| દમણ | 33.8 | 27.4 |
| ભૂજ | 40.2 | 27.6 |
| નલિયા | 36.0 | 28.0 |
| કંડલા પોર્ટ | 38.5 | 28.8 |
| કંડલા એરપોર્ટ | 39.8 | 28.6 |
| અમરેલી | 34.1 | 24.6 |
| ભાવનગર | 36.9 | 26.8 |
| દ્વારકા | 34.0 | 29.2 |
| ઓખા | 35.8 | 29.1 |
| પોરબંદર | 35.0 | 27.5 |
| રાજકોટ | 40.3 | 27.2 |
| વેરાવળ | 33.0 | 29.8 |
| દીવ | 32.2 | 29.0 |
| સુરેન્દ્રનગર | 40.5 | 30.0 |
| મહુવા | 31.8 | 28.6 |
| કેશોદ | 35.2 | 28.3 |
આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં ગરમીનો જોર યથાવત
ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. અમદાવાદમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગરમ પવન ફૂંકાતા કાળજાળ ગરમીમાં લોકો તોબા પોકારી ગયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us