Gujarat weather update : અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ, આજે વિસ્તારોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

Gujarat Summer weather update : મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે.

Gujarat Summer weather update : મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer Weather update

ગુજરાતમાં ગરમીનો પાર ઉચકાયો - photo - freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે. કાલે ગુરુવારથી મે મહિનો શરૂ થશે. મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment

44.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં તાપમાન ઉચકાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 44.9 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 44.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ રાજ્યનું સૌથી બીજું ગરમ શહેર

ગુજરાતમં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીએ હાહાકાર માચવ્યો છે. અમદાવાદમાં 44.8 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. જે રાજ્યની બીજા નંબરે સૌથી વધારે ગરમી રહી હતી. બપોરના સમયે રસ્તાઓ ઉપર લાય જેવા પવનો ફૂંકાતા લોકો તોબા પોકારી રહ્યા છે. મંગળવારે અમદાવાદમાં સિઝનની સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ44.8 26.6
ડીસા41.6 26.4
ગાંધીનગર44.0 26.0
વિદ્યાનગર40.7 24.8
વડોદરા42.4 26.4
સુરત34.3 27.4
વલસાડ
દમણ34.2 26.0
ભૂજ41.8 26.0
નલિયા36.8 25.2
કંડલા પોર્ટ36.6 26.5
કંડલા એરપોર્ટ44.3 26.3
અમરેલી44.5 23.4
ભાવનગર41.6 25.0
દ્વારકા33.4 27.1
ઓખા34.6 27.0
પોરબંદર37.1 22.4
રાજકોટ44.9 25.8
વેરાવળ32.5 27.2
દીવ34.6 25.8
સુરેન્દ્રનગર43.9 26.4
મહુવા34.4 23.5
કેશોદ42.0 25.4
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે રાજ્યમાં ગરમી વધી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે ગરમી અંગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું હતું.

હિટ વેવ વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત