/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/summer-Temperature-.jpg)
ગુજરાતમાં ગરમીનો પાર ઉચકાયો - photo - freepik
Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, હીટવેવની આગાહી, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો આકરો બનવા લાગ્યો છે ત્યારે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં ફરીથી તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. અત્યારે કાળઝાર ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હજી ત્રણ દિવસમાં તાપમાન ઉચકાવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
કડલા એરપોર્ટ ફરી રાજ્યનું સૌથી ગરમ રહ્યું
ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 31.8 ડિગ્રીથી લઈને 44.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 44.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.8 ડિગ્રી રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં મહત્તમ તાપમાન યથાવત
ગુજરાતમાં કાળઝાર ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ભયંકર ગરમી પડવા લાગી છે. અમદાવાદ શહેરમાં સતત મહત્તમ તાપમાન યથાવત રહ્યું છે. અમદાવાદમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 42.3 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું છે. સુર્ય દેવ આગ ઓકી રહ્યા છે આવી પરિસ્થિત વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 42.3 | 26.4 |
| ડીસા | 41.5 | 26.0 |
| ગાંધીનગર | 42.3 | 25.8 |
| વિદ્યાનગર | 40.3 | 25.6 |
| વડોદરા | 39.8 | 27.0 |
| સુરત | 37.0 | 24.1 |
| વલસાડ | – | – |
| દમણ | 35.0 | 24.4 |
| ભૂજ | 41.2 | 24.6 |
| નલિયા | 34.3 | 23.2 |
| કંડલા પોર્ટ | 35.7 | 24.5 |
| કંડલા એરપોર્ટ | 44.6 | 24.4 |
| અમરેલી | 42.0 | 22.2 |
| ભાવનગર | 40.9 | 25.7 |
| દ્વારકા | 31.8 | 26.5 |
| ઓખા | 32.8 | 26.0 |
| પોરબંદર | 33.8 | 23.2 |
| રાજકોટ | 42.8 | 23.0 |
| વેરાવળ | 31.8 | 25.1 |
| દીવ | 37.4 | 23.8 |
| સુરેન્દ્રનગર | 42.5 | 26.0 |
| મહુવા | 38.4 | 25.5 |
| કેશોદ | 37.2 | 23.5 |
ત્રણ દિવસમાં તાપમાન 45 ડિગ્રી સપાટી વટાવશેઃ હવામાન વિભાગ
ગુજરાતમાં ગરમી વધવાની સાથે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી વધારો થશે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન ઘટાડો થઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આ ઉપરાંત હવામાન વિભાગે ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us