Gujarat weather update : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ, સુરેન્દ્રનગરમાં તાપમાન 44 ડિગ્રી પહોંચ્યું, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Summer weather update : ગુજરાતમાં મહત્તમ તામપાન 44 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે આગમી દિવસ તાપમાન 45 ડિગ્રી વટાવશે. જોકે પાંચ દિવસ તાપમામાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

Gujarat Summer weather update : ગુજરાતમાં મહત્તમ તામપાન 44 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે આગમી દિવસ તાપમાન 45 ડિગ્રી વટાવશે. જોકે પાંચ દિવસ તાપમામાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer today weather

ગુજરાત વેધર, આજનું હવામાન - photo- freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માજા મુકી છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગ ઝરતી ગરમીમાં લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. ગુજરાતમાં મહત્તમ તામપાન 44 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે આગમી દિવસ તાપમાન 45 ડિગ્રી વટાવશે. જોકે પાંચ દિવસ તાપમામાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

Advertisment

સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન

રાજ્યમાં વધતા જતા તાપમાન વચ્ચે હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ગુજરાતમાં 31.2 ડિગ્રીથી લઈને 43.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 43.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં સતત વધતો જતો ગરમીનો પારો

રાજ્યમાં જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ અમદાવાદમાં પણ ગરમી વધી રહી છે. અમદાવાદમાં 42.7 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાતા 43 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં બપોરના સમયમાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ42.7 24.2
ડીસા42.8 21.3
ગાંધીનગર42.8 22.8
વિદ્યાનગર41.7 23.8
વડોદરા42.0 22.2
સુરત40.8 26.1
વલસાડ
દમણ36.0 25.8
ભૂજ43.3 24.4
નલિયા39.0 20.0
કંડલા પોર્ટ38.6 23.2
કંડલા એરપોર્ટ42.4 21.7
અમરેલી42.924.9
ભાવનગર40.8 26.9
દ્વારકા31.226.6
ઓખા33.8 26.8
પોરબંદર36.4 23.2
રાજકોટ43.5 23.5
વેરાવળ32.4 25.3
દીવ37.2 25.6
સુરેન્દ્રનગર43.7 26.0
મહુવા39.4 24.5
કેશોદ41.1 22.3
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી પાંચ દિવસ ગરમી કેવી રહેશે?

ગુજરાતમા તાપમાન વધતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વાતાવરણની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ન થવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. જ્યારે ત્યારબાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત