/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Gujarat-heatwave-forecast-1.jpg)
ગુજરાતમાં ઉનાળો - photo - freepik
Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, હીટવેવની આગાહી, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં એપ્રિલ મહિનો અડધો થયો છે સાથે સાથે ઉનાળો પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે. ગરમી દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની સપાટીએ પહોંચી ગયું છે. આગામી 48 કલાકમાં તાપમાન યથાવત રહેશે.
રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચ્યું
ગુજરાતમાં દિવસેને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું. ગુજરાતમાં 31.9 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 45 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ઉંચી તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
અમદાવાદમાં કેટલું નોંધાયું તાપમાન?
રાજ્યમાં તાપમાન ઉચકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈને 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયો હતો. અમદાવાદમાં બપોરના સમયમાં રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઓછી થવા લાગ્યા છે.
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 41.9 | 27.0 |
| ડીસા | 40.6 | 26.8 |
| ગાંધીનગર | 41.5 | 27.5 |
| વિદ્યાનગર | 40.3 | 25.4 |
| વડોદરા | 40.4 | 26.6 |
| સુરત | 38.6 | 26.0 |
| વલસાડ | – | – |
| દમણ | 35.2 | 25.2 |
| ભૂજ | 41.5 | 24.5 |
| નલિયા | 35.5 | 25.1 |
| કંડલા પોર્ટ | 34.5 | 24.5 |
| કંડલા એરપોર્ટ | 45.0 | 24.2 |
| અમરેલી | 42.5 | 22.8 |
| ભાવનગર | 38.7 | 26.8 |
| દ્વારકા | 31.9 | 26.6 |
| ઓખા | 32.4 | 26.0 |
| પોરબંદર | 33.4 | 21.9 |
| રાજકોટ | 43.3 | 23.3 |
| વેરાવળ | 31.4 | 24.6 |
| દીવ | 32.3 | 23.3 |
| સુરેન્દ્રનગર | 43.7 | 26.2 |
| મહુવા | 36.4 | 24.6 |
| કેશોદ | 37.3 | 22.2 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
48 કલાક સુધી ગરમી ભુક્કા બોલાવશે : હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હજી બે દિવસ લોકોને આવી જ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે 48 કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આગામી 48 કલાક બાદ ગરમીમાં મહત્તમ તાપમાનમાંથી 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us