Gujarat Summer weather update : ગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં ગરમીનું રેડ એલર્ટ, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Summer weather update : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું છે. તો ઉનાળાની આ સિઝનમાં ગુજરાતમાં પહેલીવાર મહત્તમ તાપમાન 45 ડિગ્રીની સપાટી વટાવી ગયું હતું.

Gujarat Summer weather update : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું છે. તો ઉનાળાની આ સિઝનમાં ગુજરાતમાં પહેલીવાર મહત્તમ તાપમાન 45 ડિગ્રીની સપાટી વટાવી ગયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer Weather update red alert

ગુજરાતમાં ઉનાળો રેડ એલર્ટ - Express photo

Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, ગુજરાતમાં ઉનાળો :ગુજરાતમાં એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને ઉનાળાએ પોતાનું આકરું સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું છે. તો ઉનાળાની આ સિઝનમાં ગુજરાતમાં પહેલીવાર મહત્તમ તાપમાન 45 ડિગ્રીની સપાટી વટાવી ગયું હતું. આજે મંગળવારે રાજ્યના કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment

ગુજરાતમાં સિઝનમાં પહેલીવાર તાપમાન 45 ડિગ્રીને પાર

ગુજરાતમાં અત્યારે ઉનાળો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ આપેલા તાપમાનના આંકડા પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 31.7 ડિગ્રીથી લઈને 45.3 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ 45.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે દ્વારકામાં 31.7 ડિગ્રી સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ42.9 25.3
ડીસા43.2 22.8
ગાંધીનગર42.9 23.6
વિદ્યાનગર40.7 24.6
વડોદરા41.6 23.8
સુરત40.4 23.8
વલસાડ
દમણ37.0 24.4
ભૂજ42.9 25.8
નલિયા38.2 19.0
કંડલા પોર્ટ38.5 23.0
કંડલા એરપોર્ટ45.3 26.7
અમરેલી43.8 23.6
ભાવનગર40.7 25.2
દ્વારકા31.7 25.4
ઓખા33.0 26.0
પોરબંદર38.0 23.8
રાજકોટ44.2 23.6
વેરાવળ36.0 24.4
દીવ33.8 25.5
સુરેન્દ્રનગર44.0 25.2
મહુવા39.6 25.5
કેશોદ41.8 22.2

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે રસ્તાઓ સુમસાન

ગજરાતમાં ગરમી ચરમસીમા ઉપર આવી ગઈ છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીએ માઝજા મુકી છે. અમદાવાદમાં ગરમીમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. શહેરમાં 42.9 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ 42.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે બપોરના સમયમાં રસ્તાઓ ઉપર લોકોની અવર જવર ઓછી થઈ ગઈ હતી.

Advertisment

ગરમી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવાર સહિત આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. જોકે, આજે મંગળવારે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાતના સમયે કચ્છ અને ભાવનગરમાં ગરમ પવન ફૂંકાશે.

હિટ વેવ વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત