Gujarat weather update : ગુજરાતમાં ત્રણ દિવસમાં ગરમી 45 ડિગ્રી પહોંચશે, રાજકોટ સૌથી ગરમ શહેર, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Summer weather update : ગુજરાતમાં તાપમાન ઉચકાતા કાળઝાળ ગરમી વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વધારે ગરમીના કારણે રસ્તાઓ ઉપર ચહલ પહલ ઓછી થવા લાગી છે. આગામી ત્રણ દિવસ હવે મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી વધી શકે.

Gujarat Summer weather update : ગુજરાતમાં તાપમાન ઉચકાતા કાળઝાળ ગરમી વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વધારે ગરમીના કારણે રસ્તાઓ ઉપર ચહલ પહલ ઓછી થવા લાગી છે. આગામી ત્રણ દિવસ હવે મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી વધી શકે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer weather update Temperatures

ગુજરાતમાં ઉનાળો, હવામાન અપડેટ્સ - photo-freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ગરમીમાં થોડી રહાત બાદ ફરીથી તાપમાન ઉચકાવવા લાગ્યું છે. ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યો હતો.ગુજરાતમાં તાપમાન ઉચકાતા કાળઝાળ ગરમી વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વધારે ગરમીના કારણે રસ્તાઓ ઉપર ચહલ પહલ ઓછી થવા લાગી છે. આગામી ત્રણ દિવસ હવે મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી વધી શકે.

Advertisment

42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું

થોડા દિવસથી ગરમીમાં રાહત મળ્યા બાદ હવે ફરીથી ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે 31.4 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયુ્ં હતું. જ્યારે 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ઉંચું તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પાર

ગુજારતમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉચકાયો હતો. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવીને 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ40.7 25.7
ડીસા39.7 25.0
ગાંધીનગર40.5 24.5
વિદ્યાનગર40.3 24.8
વડોદરા40.0 26.2
સુરત38.0 26.4
વલસાડ
દમણ36.4 25.4
ભૂજ41.1 22.8
નલિયા36.2 20.2
કંડલા પોર્ટ36.4 23.4
કંડલા એરપોર્ટ41.2 21.3
અમરેલી41.6 22.2
ભાવનગર38.5 23.1
દ્વારકા31.4 26.2
ઓખા33.6 26.2
પોરબંદર34.5 23.4
રાજકોટ42.0 22.4
વેરાવળ31.7 25.5
દીવ35.1 23.2
સુરેન્દ્રનગર41.2 25.2
મહુવા37.8 20.5
કેશોદ40.0 24.3
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચશે : IMD

એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે ફરી ઉનાળો આગળ વધ્યો છે. ગરમીનો પારો ઉચકાયો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યાતઓ વ્યક્ત કરી હતી. એટલે કે અત્યારે રાજ્યનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે જેમાં બે ત્રણ ડિગ્રીનો વધારો થાય તો 45 ડિગ્રીની આસપાર મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત