Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ધીમે ધીમે ગરમીનો પારો ઉપર જતો જાય છે. એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે ઉનાળો પણ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા હવામાન વિભાગે સેવી હતી.
42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભૂજ રાજ્યનું સૌથી વધુ ગરમી નોંધાવી
ગુજરાતમાં વધતી જતી ગરમી વચ્ચે હવામાન વિભાગે આપેલા તામાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 31.8 ડિગ્રીથી લઈને 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં 31.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાન યથાવત
ગુજરાતમાં તાપમાન વધતાની સાથે અમદવાદામાં પણ તાપમાન યથાવત રહ્યું હતું. અમદાવાદમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે આકાશમાંથી આગ વરસવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 42.1 26.9 ડીસા 40.8 24.6 ગાંધીનગર 41.6 26.4 વિદ્યાનગર 39.9 25.7 વડોદરા 40.4 25.6 સુરત 35.6 26.4 વલસાડ – – દમણ 34.2 25.6 ભૂજ 42.7 23.8 નલિયા 37.8 22.5 કંડલા પોર્ટ 35.0 24.0 કંડલા એરપોર્ટ 40.6 21.0 અમરેલી 41.9 24.6 ભાવનગર 39.0 28.1 દ્વારકા 31.8 26.6 ઓખા 33.0 26.6 પોરબંદર 35.0 23.4 રાજકોટ 42.2 23.0 વેરાવળ 31.4 25.7 દીવ 34.5 24.5 સુરેન્દ્રનગર 42.1 25.5 મહુવા 37.8 21.9 કેશોદ 38.8 2 4.0
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં ચાર દિવસ કેવી રહેશે ગરમી?
ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય એવું હવામાન વિભાગનું કહેવું છે. જોકે ચાર દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે.આગામી ચાર દિવસ પછી રાજ્યના લોકોએ હજી પણ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.





