Gujarat weather update : ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત્, ક્યાં કેટલી ગરમી નોંધાઈ? હિટવેવ વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Gujarat Summer weather update : ગુજરાતમાં આગ ઝરતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે ગરમલાય જેવા પવનો ફૂકાતા વાહન ચાલકો પણ તોબા પુકારી ગયા હતા.

Gujarat Summer weather update : ગુજરાતમાં આગ ઝરતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે ગરમલાય જેવા પવનો ફૂકાતા વાહન ચાલકો પણ તોબા પુકારી ગયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer Weather update

ગુજરાતમાં બેવડી આગાહી - photo - freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં મે મહિનો શરુ થયો છે ત્યારે ગરમી પણ પોતાનો અસરી રંગ દેખાડી રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીની સપાટી વટાવી ગઈ છે. એક તબક્કે 46 ડિગ્રી પણ પહોંચી ગઈ હતી. આગ ઝરતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે ગરમલાય જેવા પવનો ફૂકાતા વાહન ચાલકો પણ તોબા પુકારી ગયા હતા. બીજી તરફ હવામાન વિભાગે પણ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું હતું.

Advertisment

ગુજરાતમાં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું

ગરમીની વધતી જતા માર વચ્ચે તાપમાનનો પારો ઉચકાયો હતો.ત્યારે હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીની આસપાર રહી હતી. જ્યારે રાજ્યમાં 32.4 ડિગ્રીથી લઈને 45.4 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. જેમાં 45.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. જ્યારે દ્વારકામાં 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદમાં કાળઝાળ ગરમી યથાવત

રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેવાની સાથે જ અમદાવાદમાં આજ પરિસ્થિતિ રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી રહ્યું હતું. ગરમીએ સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગાંધીનગરમાં પણ ગરમી 43.3 ડિગ્રી નોંધાઈ હતી.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ43.5 25.8
ડીસા43.5 26.3
ગાંધીનગર43.4 25.5
વિદ્યાનગર42.1 26.0
વડોદરા41.6 26.6
સુરત35.6 27.1
વલસાડ
દમણ34.4 26.4
ભૂજ42.4 26.1
નલિયા37.4 25.0
કંડલા પોર્ટ37.3 26.0
કંડલા એરપોર્ટ45.4 26.0
અમરેલી43.8 24.0
ભાવનગર39.6 23.4
દ્વારકા32.4 27.2
ઓખા33.6 27.2
પોરબંદર35.0 24.0
રાજકોટ44.5 25.8
વેરાવળ32.8 26.9
દીવ33.2 24.6
સુરેન્દ્રનગર43.3 26.2
મહુવા35.2 21.9
કેશોદ40.0 25.5
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હિટવેવ વચ્ચે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં એક તરફ ગરમીનો માર પડી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની ધારણાઓ પણ બાંધી છે. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે.

બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 મેથી 6 મે દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 3 મે, 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા અને 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત