scorecardresearch

ગુજરાતઃ સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ફરી બિનહરીફ ચૂંટાયા

Sumul Dairy : સુરત સુમુલ ડેરીના ચેરમેન તરીકે માનસિંહ પટેલ (Mansinh Patel) અને વાઈસ ચેરમેન તરીકે રાજુ પાઠક (Raju Pathak) ફરી બીન હરીફ ચૂંટાયા છે. ભાજપ (BJP) ના ધારાસભ્ય સંદીપ દેસાઈ (Sandeep Desai) એ તેમના નામની દરખાસ્ત કરી હતી.

ગુજરાતઃ સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ફરી બિનહરીફ ચૂંટાયા
સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ફરી બિનહરીફ ચૂંટાયા

Gujarat Sumul Dairy election : સુમુલ ડેરીના સીટીંગ ચેરમેન માનસિંહ પટેલ (Mansinh Patel) અને વાઇસ ચેરમેન રાજુ પાઠક (Raju Pathak) શુક્રવારે બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ 2.5 વર્ષનો નવો કાર્યકાળ ભોગવશે.

સુરત શહેરના સુમુલ કેમ્પસમાં શુક્રવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામાન્ય સભા પણ મળી હતી.

ભાજપના સુરત જિલ્લા પ્રભારી ભરત રાઠોડે માનસિંહ પટેલ અને રાજુ પાઠકની પુનઃ ચૂંટણીની બિડને ટેકો આપ્યો હતો. ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પ્રમુખ પદ માટે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે નરેશ પટેલે રાજુ પાઠકના નામની દરખાસ્ત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માનસિંહ પટેલ અને રાજુ પાઠકને વ્યાપક સમર્થન મળ્યું હતું કારણ કે ડેરીએ ગયા વર્ષે દૂધ ઉત્પાદકો પાસેથી ફેટના ખરીદ ભાવમાં ચાર ગણો વધારો કર્યો હતો.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રાજુ પાઠકે કહ્યું: “અમે ખુશ છીએ કે અમે બિનહરીફ ચૂંટાયા છીએ. સુમુલ ડેરીની કામગીરીથી સૌ ખુશ છે. અમારો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. આગામી દિવસોમાં સુમુલ ડેરીના ઘણા પ્રોજેક્ટ્સ આવે તેવી શક્યતા છે.”

તેમણે ઉમેર્યું, “શુક્રવારે અમારી બોર્ડ મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં અમે ત્રણ ટોચના અધિકારીઓ – મનીષ ભટ્ટ, અલ્પેશ શાહ અને હિરેન પટેલની – નાણાકીય અનિયમિતતાના કારણે સેવા સમાપ્ત કરવાનો ઠરાવ પસાર કર્યો છે.”

આ પણ વાંચોમોરબી બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જશીટ દાખલ, ઓરેવાના MD જયસુખ પટેલના નામ આરોપી તરીકે

ડેરી કોઓપરેટિવનું વાર્ષિક ટર્નઓવર 4,500 કરોડ રૂપિયા છે. સુરત અને તાપી જિલ્લાની 1,200 મંડળીઓમાં તેના 2.5 લાખથી વધુ સભ્યો (પશુપાલકો) છે. સુમુલ દરરોજ 12 લાખ લિટરથી 14 લાખ લિટર દૂધ એકત્ર કરે છે.

Web Title: Gujarat surat sumul dairy chairman and vice chairman re elected unopposed

Best of Express