ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તંગી સર્જાવાના સંકેત મળવા લાગ્યા છે. સુરત નજીક તાપ્તી નદી પર બાંધવામાં આવેલા ઉકાઈ ડેમમાં જળસ્તર તેની કુલ ક્ષમતાના 48 ટકા ઘટી ગયુ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે પાણીનું સ્તર 321 ક્યુસેક નોંધાયું હતું, ઉકાઈ ડેમમાં હાલમાં 3,876 મિલિયન ક્યુબિક મીટર પાણી છે. ઉકાઇ ડેમમાંથી હાલ દરરોજ 7,900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાંથી 500 ક્યુસેક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા અને 7,200 ક્યુસેક ખેડૂતો દ્વારા સિંચાઈ હેતુ માટે વપરાય છે.
ઉકાઈ ડેમના અધિક્ષક ઈજનેર પ્રતાપ વસાવાએ જણાવ્યું હતું કે, “હાલમાં ડેમ 48 ટકા ખાલી છે, પરંતુ સંગ્રહિત પાણી ઉનાળા અને ચોમાસાની ઋતુઓ માટે પૂરતું છે.”
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગના ડેટા અનુસાર, આ વર્ષે એપ્રિલમાં પાણીના વપરાશમાં 1,500 મિલિયન લિટર પ્રતિ દિવસનો (MLD) વધારો જોવા મળ્યો છે. વર્ષ 2018માં, શહેરમાં 1,127 MLD, ત્યારબાદ વર્ષ 2019માં 1,179 MLD, વર્ષ 2020માં 1,241 MLD, વર્ષ 2021માં 1,315 MLD અને વર્ષ 2022માં 1,385 MLD વપરાશ થયો.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આ દરમિયાન શહેરમાં ગેરકાયદેસર પાણીના જોડાણોની તપાસ કરી રહી છે. સિવિક બોડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરની વસ્તી 70 લાખથી વધુ છે… અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્રમાં આવતા ગેરકાયદેસરના પાણીના જોડાણો અથવા પાણીની ચોરી શોધી રહ્યા છીએ.”
આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો