/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Surendranagar-Murder.jpg)
સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં બે દલિત ભાઈઓની હત્યા (ફોટો - પ્રતિકાત્મક)
Surendranagar Dalit Murder : ગુજરાતના સુરેન્દ્રનગરમાં બુધવારે સાંજે બે દલિત પુરુષોની હત્યા થતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ અનુસાર કથિત જમીન વિવાદમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, બિન-દલિત સમુદાયના લોકોના જૂથે બે ભાઈઓ અલજીભાઈ પરમાર અને મનુભાઈ પરમાર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
પરમાર ભાઈઓ, જેમની ઉંમર 50 વર્ષની આસપાસની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને મૃતક ચૂડા તાલુકાના સમઢીયાળા ગામના વતની હતા, તેમને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક હરેશ દુધાતે જણાવ્યું હતું કે, આ કેસ મૃતક અને આરોપી વચ્ચે જમીન વિવાદ સાથે સંબંધિત છે. દુધાતે કહ્યું કે, આ કેસના આરોપીઓ કાઠી-દરબાર સમુદાયના છે.
આ પણ વાંચો - વડોદરા: બે દીકરીઓને ઝેર આપ્યું, મોત ન થતા ગળુ દબાવી દીધુ, માતા આત્મહત્યાની કોશિશમાં બચી ગઈ
દુધાતે વધુમાં કહ્યું કે, "બંને પક્ષો વચ્ચે જમીનને લઈને વિવાદ હતો. આ મામલે કોર્ટ કેસ પણ હતો, જે પછી જોઈશું. હાલમાં, એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે”


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us