/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Tana-Riri-Mahotsav-2023-Vadnagar.jpg)
તાના રીત મહોત્સવ 2023માં પોતાન સંગીત કલા રજૂ કરી રહેલા સંગીતકાર. (Photo- Social Media)
Gujarat Tana Riri Mahotsav 2023 At Vadnagar: ગુજરાતના ઐતિહાસિક શહેર વડનગરમાં તાના-રીરી મહોત્સવ -2023ના બે દિવસીય સંગીત કાર્યક્રમનું આયોજન. તાના રીરી મહોત્સવ 21 અને 22 નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાના-રીરી મહોત્સવમાં હાજરી આપી હતી. તાના રીતી મહોત્સવ મંગળવાર અને બુધવારના રોજ સાંજે ૮-૩૦ વાગે વડનગરમાં તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજા ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જાણીતા ગાયકો તેમની ગાયકીથી તાના રીરીને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.
વડનગરનો કલા અને સંગીત સાથે અતૂટ સંબંધ
ઈ.સ. 641માં ચીની યાત્રી ટુ-એનસંગ આ નગરની મુલાકાતે આવ્યા હતા તેનાં પ્રમાણો ઇતિહાસના સંશોધકોને 37 સંજ્ઞાઓ ધરાવતા બ્રાહ્મીલિપિમાં કોતરેલા લેખોમાં મળ્યાં છે. જેટલું પુરાણું આ નગર છે, તેટલો જ પુરાણો તેનો સંગીત સાથેનો નાતો છે. વડનગર સંગીત, વિદ્યા અને વેપારનું મોટું ધામ હતું તે વેળાએ અહીંના લગભગ 4૦૦ જેટલાં કુટુંબો રંગભૂમિ અને સંગીત સાથે જોડાયેલા હતા.
ભક્ત નરસિંહ અને વડનગરનો સંબંધ
ગુજરાતનું વડનગર સમૃદ્ધ કલા વારસો ધરાવે છે. ગુજરાતના સંગીત ઇતિહાસમાં તાના રીરીનું નામ બહુ સમ્માન પૂર્વક લેવામાં આવે છે. વડનગરનો સંબંધ ગુજરાતના જૂનાગઢના પરમ કૃષ્ણ ભક્ત નરસિંહ મેહતા સાથે પણ છે. 16મી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી, કે જેના નામ ઉપર રચાયેલું શર્મિષ્ઠા તળાવ આજે પણ જોવા મળે છે. શર્મિષ્ઠાના ઘરે બે દિકરીઓનો જન્મ થયો. જેમનું નામ તાના અને રીરી રાખવામાં આવ્યુ ંહતુ. જાણે કે સ્વયં રાધાકૃષ્ણએ સૌદંર્યમાં અપ્સરા સમી અને સંગીતનૃત્યમાં ગાંધર્વ સમી આ બે કન્યાઓ શર્મિષ્ઠાને ખોળે વરદાનરૂપે આપી હોય. તાના-રીરીએ સંગીતની આકરી આરાધના કરીને રાગ- રાગિણીઓને ભક્તિભાવથી સાક્ષાત્કાર કરી હતી. બંને બહેનોએ ભૈરવ, વસંત, દીપક અને મલ્હાર જેવા રાગોને આત્માસાત કર્યા હતા.
તાના-રીરીએ મલ્હાર રાગ ગાઈ તાનસેનના શરીરનો દાહ દુર કર્યો
તે સમયે દિલ્હીમાં બાદશાહ અકબરનું શાસન હતુ. એક વખથ અકબરે તેના દરબારના નવ રત્નો પૈકીના એક સંગીતસમ્રાટ તાનસેનને દીપક રાગ ગાવા માટે કહ્યું હતું. એવું કહેવાય છે, દીપક રાગ ગાવાથી દીવાઓ પ્રગટે છે, પરંતુ સાથે સાથે આ રાગ ગાનારના શરીરમાં અત્યંત દાહ ઉપડે છે. તાનસેન બાદશાહની આજ્ઞાથી દીપક રાગ ગાયો, દીપક પ્રગટ્યા. પરંતુ તેના શરીરમાં અંગારા સળગાવ્યા હોય તેવી ઝાળ ઉઠવા લાગી. તાનસેનના શરીરમાં લાગેલી આ અગનઝાળને શાંત કરવાનો એકમાત્ર ઉપાય મલ્હાર રાગ ગાનારની શોધમાં નીકળેલો તાનસેન ફરતો ફરતો વડનગર આવી પહોંચ્યો અને શર્મિષ્ઠા તળાવને કિનારે મુકામક કર્યો.
પરોઢ થતાં જ પનિહારીઓ તળાવે પાણી ભરવા આવી. તાના અને રીરીના ઘડામાં પાણી ભરાતાં જે સૂર ઊઠયા તેમાં તાનસેનને મલ્હારના સૂર સંભળાયા. તાનસેન તાના-રીરીને મલ્હાર રાગ દ્વારા પોતાન શરીરનો દાહ દુર કરવા વિનંતી કરી. તાના-રીરીએ પિતાની સંમતિ લઈ હાટકેશ્વર મંદિરમાં રાગ મલ્હાર ગાવાની તૈયારી કરી. તાનપુરના તાર ઉપર આંગળીઓ ફરવા લાગી. તાના અને રીરીએ રાગ મેથમલ્હારના સ્વરો છેડયા થોડી જ વારમાં મેઘ વરસી પડયો અને તાનસેનના તન અને મનમાં શાંતી થઈ.
તાના-રીરીએ અગ્નિસ્નાન કર્યું
દિલ્હી પાછા ફરીને તાનસેને બાદશાહ અકબરને આ ઘટના વિશે વિગતવાર વાત કરી અને તાના-રીરીના ખૂબ વખાણ કર્યા. બાદશાહે તાના અને રીરીને દીલ્હી તેડી લાવવા માટે બે સેનાપતિઓને વડનગર રવાના કર્યા. બંને સેનાપતિઓએ વડનગર આવીને તાના-રીરીને દિલ્હી આવવા જણાવ્યું હતુ. પરંતુ તેઓએ ના પાડતાં સેનાપતિઓએ બાળજબરી પૂર્વક દિલ્હી આવવા દબાણ કર્યું આ દબાણને વશ ન થતાં બંને બહેનોએ ઘેર મનોમંથન બાદ આત્મબલિદાનનો માર્ગ વિચાર્યો અને ઈષ્ટદેવની આરતી કરી સૌભાગ્ય શણગાર સજી અગ્નિસ્નાન કરી લીધું. મહાકાળેશ્વર મહાદેવની પાછળ, જયાં સ્મશાન આવેલું છે. ત્યા તાના-રીરીના પ્રતિકરૂપે બંને બહેનોની દેરીઓ આજે પણ તેમના બલિદાનની સાક્ષી પૂરતી ઉભી છે.
નોમ… તોમ.. તાના-રીરી નોમ.. તોમ..ની શરૂઆત થઇ
તાનસેનને જયારે આ વાતની જાણ થઈ ત્યારે તેને ઘણો જ આધાત લાગ્યો અને તાના- રીરીના માનમાં નોમ.. તોમ… ઘરાનામાં તાના-રીરી નામને લઈ જગતભરમાં પ્રસિધ્ધ કર્યા. આજે પણ સંગીતજ્ઞો રાગનો આલાપ કરતાં પહેલાં નોમ… તોમ.. તાના-રીરી નોમ.. તોમ.. નું સ્મરણ કરીને ગાયકી શરૂ કરે છે. આવી વિરાંગના કલાધારિણી બહેનોને સૂરાંજલી અર્પવા માટે વડનગર ના તાના-રીરી ગાર્ડન ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હજારો દર્શકો આ અદ્વિતીય શાસ્ત્રીય સંગીત મહોત્સવ માણવા પધારે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us