Gujarat Today heavy rain : ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. દરરોજ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં મેઘાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી હતી. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવાનમાં 6.18 ઈંચ ખાબક્યો હતો.
13 તાલુકામાં 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો, સૌથી વધુ તાપીના ડોલવાનમાં 6.18 ઈંચ ખાબક્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 6 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 7 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 13 તાલુકા એવા છે જેમાં 3 ઈંચથી 7 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં સૌથી વધારે તાપી જિલ્લાના ડોલવાન તાલુકામાં 6.18 ઈંચ ખાબક્યો હતો.
જિલ્લો તાલુકો વરસાદ(ઈંચમાં) તાપી ડોલવાન 6.18 ડાંગ સુબિર 5.28 કચ્છ ભૂજ 5 સુરત બારડોલી 4.92 સુરત પલસાણા 4.45 કચ્છ નખત્રણા 4.4 ભાવનગર વલ્લભીપુર 4.21 તાપી વ્યાપા 3.9 નવસારી વાંસદા 3.54 મહિસાગર બાલાસિનોર 3.43 તાપી સોનગઢ 3.35 ડાંગ વઘઈ 3.19 અરવલ્લી મેઘરજ 3.1
ગુજરાતમાં 66 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
મળતા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 66 તાલુકા એવા નોંધાયા જેમાં 1 ઈંચથી 3 ઈંચ વચ્ચે વરસાદ પડ્યો હતો. આ તાલુકામાં સૌથી વધારે વરસાદ તાપીના વાલોદ તાલુકામાં 2.91 ઈંચ અને ભાવનગરમાં 2.87 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો, આવક ₹9,000 કરોડને પાર
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો- PDF
15 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી
ગુજરાતમાં 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 15 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1 અને 2 એમએમ જેટલો જ વરસાદ નોંધાયો હતો.