Gujarat Today heavy rain : ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બનતા મેઘ રાજા મન મનકીને વરસી રહ્યા છે ત્યારે ક્યાંક હળવો તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 153 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 3.9 ઈંચ ખાબક્યો હતો.
ગુજરાતમાં સૌથી વધુ બોરસદામાં 3.9 ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા આંકડા પ્રમાણે આજે 7 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 8 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં 3.9 ઈંચ, પંચમહાલના ગોધરામાં 3.74 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 2.28 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના 12 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
આપેલા વરસાદના આંકડા પ્રમાણે 153 તાલુકા પૈકી 12 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેના આંકડા નીચે કોષ્ટકમાં આપેલા છે.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) આણંદ બોરસદ 3.9 પંચમહાલ ગોધરા 3.74 કચ્છ ગાંધીધામ 2.28 કચ્છ માંડવી 2.17 કચ્છ ભચાઉ 1.89 ભાવનગર સિહોર 1.73 દેવભૂમી દ્વારકા ખંભાળિયા 1.73 તાપી ડોલવાન 1.5 કચ્છ અંજાર 1.46 વડોદરા સાવલી 1.26 આણંદ આણંદ 1.22
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સમગ્ર કચ્છ જિલ્લામાં અઢી ઈંચ સુધી વરસાદ
ચોમાસાની મોસમ વચ્ચે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 7 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 8 જુલાઈ 2025 રાતના 2 વાગ્યા સુધીના 20 કલાકના સમયમાં ગુજરાતના 146 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સોમવારના દિવેસ કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. કચ્છના બધા તાલુકામાં એક ઈંચથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: ડાંગ ખાતે પ્રવાસીઓ ધોધના જોરદાર પ્રવાહમાં ફસાયા, માનવસાંકળ બનાવીને બચાવ્યો જીવ
ગુજરાતના 38 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
ગુજરાતમાં છેલ્લા 20 કલાકમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 38 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં માત્ર એક એમએમથી બે એમએમ વરસાદ નોંધાયો હતો.