/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Gujarat-rain-data.jpg)
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો - Express photo
Gujarat Today heavy rain : ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ આંટો માર્યા બાદ મેઘરાજા હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે તો સાથે સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદના આંકડા અંગે વાત કરીએ તો આ સમયમાં કૂલ 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના કુકુરમુંડામાં નોંધાયો છે. કુકુરમુંડામાં 2.40 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું
ગુજરાતમાં ચોમાસાની શરુઆતથી જ વરસાદ પડી રહ્યો છે. જૂનના અંત અને જુલાઈ મહિનાની શરુઆતમાં જે પ્રમાણે વરસાદ પડતો હતો એ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ઓછું થયું છે. એક તબક્કે 5 ઈંચ કરતા વધારે વરસાદ પડતો જે છેલ્લા 24 કલાકમાં 2.40 ઈંચ સુધી મર્યાદીત રહ્યો હતો. આ ઉપરાંત વરસાદ પડવાનો તાલુકાનો વ્યાપ પણ ઓછો થયો છે. 200 ઉપર તાલુકામાં વરસાદ પડતો હતો જે 126 સુધી આવી ગયો છે. આમ કહી શકાય કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે.
ગુજરાતના 5 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 8 જુલાઈ સવારે 6 વાગ્યાથી લઈને 9 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી રાજ્યના 5 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકા નીચે આપેલા છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
| તાપી | કુકુરમુંડા | 2.4 |
| તાપી | નિઝર | 2.05 |
| સુરત | ઉમરપાડા | 1.57 |
| નર્મદા | સાગબારા | 1.46 |
| જામનગર | જામનગર | 1.1 |
આજે સવારે 6થી 8 વચ્ચે ગુજરાતના 16 તાલુકામાં વરસાદ નોંધાયો
SEOC એ આપેલા આંકડા પ્રમાણે આજે 9 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 1.77 ઈંચ, વલસાડના ધરપુરમાં 1.5 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આ પણ વાંચોઃ-VIDEO: કચ્છના દરિયામાં તણાયેલા ઊંટ તરીને દ્વારકા પહોંચ્યા, એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ
ગુજરાતના 27 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 27 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં માત્ર એક એમએમથી બે એમએમ વરસાદ નોંધાયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us