Today Weather Gujarat rain : ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા જાણે આરામ મોડ ઉપર આવી ગયા છે. વરસાદની આગાહી વચ્ચે પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 56 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બે જ તાલુકામાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
ખેરગામ અને ધરમપુરમાં બે ઈંચ સુધી વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 9 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 10 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં માત્ર બે જ તાલુકા એવા હતા જેમાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. નવસારીના ખેરગામમાં 1.89 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં વરસાદનો વિસ્તાર અને પ્રમાણ ઘટ્યું
હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે જોતા લાગે છે કે ગુજરાતમાં વરાસદનું પ્રમાણ અને વિસ્તાર ઘટ્યો છે. એક તબક્કે દરરોજ 200 ઉપર તાલુકામાં વરસાદ નોંધાતો હતો અને સરેરાશ 5 ઈંચ જેટલો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેતો, જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ નરમ પડ્યો છે. વરસાદનું પ્રમાણ ઘટીને 2 ઈંચની અંદર આવ્યું છે.
આ પણ વાંચોઃ- ‘મને ખબર હતી કે તેઓ મરી ગયા છે…’, ગંભીરા પુલ તૂટી પડ્યાની ઘટનામાં બચી ગયેલા લોકોએ શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
વરસાદે 56 પૈકી અડધા જેટલા તાલુકામાં માત્ર હાજરી પુરાવી
SEOC વિભાગે આપેલા આંકડા પ્રમાણે 10 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે, 56 પૈકી 20 જેટલા તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે અડધા જેટલા તાલુકામાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો છે.