Today Weather Gujarat rain : ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ નબળી પડી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થયો છે. રાજ્યમાં વરસાદ માત્ર બે ઈંચ સુધી સિમિત રહ્યો છે. બીજી તરફ વરસાદ પડવાનો વિસ્તાર પણ ઘટ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં વરસાદના આંકડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ માત્ર બે તાલુકામાં જ નોંધાયો છે. એ પણ માત્ર 2.13 ઈંચ સુધી જ રહ્યો છે.
ગુજરાતમાં 92 પૈકી 90 તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 10 જુલાઈથી સવારે 6 વાગ્યાથી લઈને 11 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયમાં રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 90 તાલુકા એવા છે જેમાં પુરો એક ઈંચ પણ વરસાદ પડ્યો નથી.
ભાવનગરના બે તાલુકામાં 2 ઇંચની આસપાસ વચ્ચે વરસાદ
SEOC દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકના સમયગાળામાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગર જિલ્લાના ગાળિયાધારમાં 2.13 ઈંચ અને સિહોરમાં 1.81 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આ પણ વાંચોઃ- VIDEO: અમરેલીમાં જોવા મળ્યો જોરદાર નજારો, એકસાથે 11 સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારવા નીકળ્યું
ગુજરાતના 30 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 30 તાલુકા એવા છે જ્યાં વરસાદની માત્ર હાજરી રહી છે. એટલે કે અંહી નામ માત્ર જ વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો છે.