Gujarat rain forecast : ગુજરાતના મેઘાએ ફરી ગતિ પકડી, આજે 14 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને બાદ કરતા બાકીના ઝોનના જિલ્લાઓમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને બાદ કરતા બાકીના ઝોનના જિલ્લાઓમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતના માથે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે રાજ્યમાં ફરીથી મેઘો મૂડમાં આવ્યો છે. વરસાદની માત્રા અને વરસાદનો વિસ્તાર વધવા લાગ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને બાદ કરતા બાકીના ઝોનના જિલ્લાઓમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે.

Advertisment

ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે ગુરુવારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, અરવલ્લી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની શક્યતા

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે.

Rain, વરસાદ
Gujarat Rain : ગુજરાતમાં વરસાદ (Express Photo/Gajendra Yadav)

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ- 15મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશે: ઋષિકેશ પટેલ

શુક્રવારે નર્મદા અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના આકાશમાં સક્રિય થયેલી ભારે વરસાદી સિસ્ટમના પગલે શુક્રવારે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરંત છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અહીં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત