Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદની એકદમ બ્રેક? આજ માટે હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં વરસાદ જાણે વિદાય નજીક આવી ગયો છે. જોકે, આજે બુધવાર માટે હવામાન વિભાગે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં વરસાદ જાણે વિદાય નજીક આવી ગયો છે. જોકે, આજે બુધવાર માટે હવામાન વિભાગે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat remains dry during monsoon scattered Rainfall

ભરચોમાસે ગુજરાત કોરું ધાકોર- Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: છેલ્લા થોડા દિવસ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વરસાદે વિરામ લીધો છે. એક તબક્કે 200 ઉપર તાલુકાઓમાં વરસાદ પડતો હતો એ મંગળવારના દિવસે 10 તાલુકાની અંદર આવી ગયો છે. વરસાદની માત્રામાં પણ એકદમ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં વરસાદ જાણે વિદાય નજીક આવી ગયો છે. જોકે, આજે બુધવાર માટે હવામાન વિભાગે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Advertisment

કચ્છમાં ભારે વરસાદની આગાહી

કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડ્યો હતો. મંગળવારે પણ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સામન્ય વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આજે બુધવાર માટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારમાં યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ અને અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા દર્શાવી છે.

Advertisment

આ પણ વાંચોઃ- મેં ક્યારેય આટલું સુરક્ષિત નથી અનુભવ્યું… ફ્રેન્ચ મહિલાએ અમદાવાદના વખાણ કર્યા

તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદ અને દિવમાં છૂટો છવાયો વરસાદ પડશે.

astrology આજનું હવામાન અપડેટ ગુજરાત વેધર ન્યૂઝ