/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ઇસનપુર, વસ્ત્રાલ અને ચંડોલા તળાવ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા 50 જેટલાં બાંગ્લાદેશી નાગરિકોની ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી સગીર સહિત 16 બાંગ્લાદેશીનો દેશનિકાલ કરવામાં આવ્યો છે. બીજી તરફ મહાકુંભમાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનના રાજસમંદ નજીક પલટી મારી ગઇ હતી.
અમદાવાદમાં ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી વન ડે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચને લઈ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો પ્રશંસકો પહોંચ્યા હતા. મેચને લઈ તંત્ર પણ એલર્ટ છે.
રાજ્યમાંથી 16 બાંગ્લાદેશીનો દેશનિકાલ
અમદાવાદના ઇસનપુર, વસ્ત્રાલ અને ચંડોલા તળાવ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા 50 જેટલાં બાંગ્લાદેશી નાગરિકોની ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી સગીર સહિત 16 બાંગ્લાદેશીનો દેશનિકાલ કરવામાં આવ્યો છે.
વિવાદ બાદ સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ
કોમેડી શોમાં અશ્લીલતા મુદ્દે વિવાદોમાં ફસાયેલા કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ કરવામાં આવ્યા છે. ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં 'સમય રૈના અનફિલ્ટર્ડ' નામનો શૉ યોજાવવાનો હતો. આ યોજાનારા શોની તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ હતી.
આ પણ વાંચો - ગુજરાતના હવામાનમાં થશે બદલો, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન?
સુરતમાં અસામાજીક તત્વોનો આતંક
સુરત શહેરમાં અસામાજીક તત્વોને જાણે પોવીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ પર 4 ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓની બસ પલટી
મહાકુંભમાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનના રાજસમંદ નજીક પલટી મારી ગઇ હતી. જેમાં અમદાવાદના 30થી 40 લોકો સવાર હતા. જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. આગામી 5 દિવસમાં તાપમાન ધીમે-ધીમે વધશે પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવે હવામાન બદલાઈ રહ્યું છે જેમાં જમીન થોડી ગરમ થઈ રહી છે. હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે-ધીમે વધી રહ્યું છે. જો પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી પડવા લાગશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us