Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, રાજ્યભરમાં ઉત્તરાયણની હર્ષાલ્લાસ સાથે ઉજવણી, અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવ્યો

Gujarat Top Headlines 14 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યભરમાં ઉત્તરાયણની હર્ષાલ્લાસ સાથે ઉજવણી

Gujarat Top Headlines 14 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યભરમાં ઉત્તરાયણની હર્ષાલ્લાસ સાથે ઉજવણી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline 14 january : ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ધાબા પર કાપ્યો છે અને લપેટ-લપેટની બુમો સાંભળવા મળી હતી. બીજી તરફ ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. આ સિવાય અન્ય ગુજરાતના મહત્વના સમાચારો અહીં વાચો.

Advertisment

રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી

રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરાયણના પર્વ પર પવન સારો રહેતા પતંગરસીયાઓને મોજ પડી ગઇ હતી. ધાબા પર કાપ્યો છે અને લપેટ-લપેટની બુમો સાંભળવા મળી હતી. ગીતો પણ વાગતા જોવા મળ્યા હતા. રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ફટાકટા ફોડવામાં આવ્યા હતા.

અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવી

ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર પતંગ ચગાવી હતી.

પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો

ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને હાલોલના રાહતલાવ ગામમાં પણ પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મોતની ઘટના સામે આવી છે. હાલોલમાં પિતા બાઈક ઉપર બેસાડી ફુગ્ગા લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બાળકના ગળાના ભાગે પતંગ દોરી વાગવાની બની ઘટના હતી. ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું.

Advertisment

આ પણ વાંચો - રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી, પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે મેગા ડિમોલીશન યથાવત

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત રહી છે. 260થી વધુ ગેરકાયદે રહેણાક બાંધકામ-ધાર્મિક સ્થળ તોડીને 35 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.

સંઘાણીએ પોલીસ પર સત્તાના દુરુપયોગનો આક્ષેપ કર્યો

ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ લેટર કાંડ મુદ્દે પોલીસને જવાબદાર ઠેરવતા કહ્યું કે પોલીસે સત્તાનો દુરુપયોગ કરી, કેસમાં વધુ પડતી કાર્યવાહી કરી છે.

મકર સંક્રાંતિ ઉત્તરાયણ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત અમિત શાહ