ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન સંપન્ન, અમદાવાદમાં અકસ્માત

Gujarat News Today : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56.60 ટકા મતદાન

Gujarat News Today : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56.60 ટકા મતદાન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. બીજી તરફ અમદાવાદમાં અકસ્માતમાં એક બાળકનું મોત થયું છે.

Advertisment

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન

ગુજરાતમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે.

અમદાવાદમાં અકસ્માત, બાળકનું મોત

અમદાવાદના ચાંદખેડામાં એક કારે અકસ્માત સર્જતા 11 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. કારે લોડીંગ રીક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે લોડીંગ રીક્ષા પલટી મારી ગઇઉ હતી. આ દરમિયાન લોડીંગ રીક્ષામાં બેઠેલા 11 વર્ષના કિશોરનું મોત થયું છે.

ભાવનગરની ફેક્ટરીમાં બ્લાસ્ટ

ભાવનગરના સિહોર જીઆઈડીસીમાં લોખંડના સળિયા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. કામદારોને હોસ્પિટલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisment

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તમામ લોકોને કાળા પડદાવાળી ગાળી પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા.

સુરત લૂંટ વિથ ગેંગરેપ કેસ - આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું

સુરત લૂંટ વિથ ગેંગરેપ કેસના આરોપીઓને લઈને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રકશન કરી પંચનામું કરાયું હતું. સુરતના પુણા વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીના રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ અકસ્માત અમદાવાદ ગુજરાત