ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, AMCનો ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો, રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરની આત્મહત્યા

Gujarat News Today : ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. જ્યારે રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા)એ આપઘાત કરી લીધો છે

Gujarat News Today : ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. જ્યારે રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા)એ આપઘાત કરી લીધો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. જ્યારે રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા)એ આપઘાત કરી લીધો છે.

Advertisment

AMCનો ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. ત્યારબાદ ACBએ છટકું ગોઠવીને ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

રાજકોટમાં જાણીતી ઈન્ફ્લુએન્સરે આત્મહત્યા કરી

ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા)એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. રાજકોટની આ યુવતી ઈન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોથી ખૂબ જ પ્રખ્યાત હતી. સમગ્ર મુદ્દે હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં સમૂહલગ્નમાં આયોજકો ગાયબ, પોલીસે કરાવ્યા લગ્ન

રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સમૂહ લગ્નના આયોજકો ફરારા થઈ જતાં જાનૈયાઓ રસ્તે રઝળી પડ્યા હતા. જોકે રાજકોટ પોલીસે 28 યુગલોના લગ્ન બીડું ઝડપ્યું હતું અને લગ્ન કરાવ્યા હતા.

Advertisment

અમદાવાદમાં અસારવા બ્રિજ એક મહિનો બંધ રહેશે

અમદાવાદમાં વધુ એક બ્રિજ બંધ રહેશે. અસારવા બ્રિજ આજથી એટલે કે 22 ફેબ્રુઆરીથી એક મહિના સુધી બંધ રહેશે. આ પહેલા અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને ધ્યાનમાં રાખીને ખોખરા-મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ આગામી 28 ફેબ્રુઆરી, 2025 સુધી બંધ રહેશે.

ગિરનાર તળેટી પર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

જૂનાગઢના ગિરનાર તળેટી પર આજથી ચાર દિવસ ચાલનારા મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો . ભવનાથ મંદિર પર હરહર મહાદેવના નાદ સાથે ધ્વજા રોહણ બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો. હતો.

રાજ્યમાં ગરમીની શરુઆત

માર્ચ પહેલા જ રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા શિયાળાની વિદાયની શરુઆત થઈ ગઇ છે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત