ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતમાં 5 ના મોત

Gujarat News Today : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં તૈયાર થઇ રહેલી કન્ટ્રક્શન સાઇડ પર ભેખડી ભસી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે એક સારવાર હેઠળ છે

Gujarat News Today : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં તૈયાર થઇ રહેલી કન્ટ્રક્શન સાઇડ પર ભેખડી ભસી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે એક સારવાર હેઠળ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે અમદાવાદના નિકોલમાં ભેખડી ભસી પડતાં એક શ્રમિકનું મોત થયું છે.

Advertisment

લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 ના મોત

રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર મોરવાડ નજીક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટથી અમદાવાદ જતી ટેમ્પો ટ્રાવેલ્સ એક ડમ્પર પાછળ ટકરાઈ હતી.

રાજકોટમાં હોસ્પિટલના CCTV વાયરલ કેસ, ત્રણ આરોપીની ધરપકડ

રાજકોટમાં હોસ્પિટલના CCTV વાયરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સીસીટીવી હેક કરીને વેચનારા વધુ ત્રણ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હજુ એક આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં તૈયાર થઇ રહેલી કન્ટ્રક્શન સાઇડ પર ભેખડી ભસી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે એક સારવાર હેઠળ છે

Advertisment

સુરતમાં 108 એમ્બ્યુલન્સે એક બાળકીને અડફેટે લીધી

સુરતના અડાજણમાં 108 એમ્બ્યુલન્સે એક બાળકીને અડફેટે લીધી હતી. 10 વર્ષીય બાળકી સાયકલ પર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક 108 એમ્બ્યુલન્સ ચાલકે તેને અડફેટે લઈને ઊડાવી હતી. બાળકીને ઈજા પહોંચતા તે જ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીને સામાન્ય ઈજા પહોંચી છે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત