ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, અમદાવાદમાં કોલ્ડપ્લે ફીવર, રાજ્યના 11 પોલીસકર્મીની શૌર્ય-સેવા મેડલ માટે પસંદગી

Gujarat Top Headlines 25 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાશે

Gujarat Top Headlines 25 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દુનિયોનો સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ શનિવારે શરુ થઇ ગયો છે. આ શો માટે દેશ-વિદેશના ચાહકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પહોંચ્યા છે. બીજી તરફ ગુજરાતના 11 પોલીસકર્મીની શૌર્ય-સેવા મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતના 11 પોલીસકર્મીની શૌર્ય-સેવા મેડલ માટે પસંદગી

રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરાશે. ADGP બ્રજેશકુમાર ઝા અને DySP ડી.પી.ચુડાસમાની વિશિષ્ટ સેવા પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદમાં કોલ્ડપ્લે ફીવર

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દુનિયોનો સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ શનિવારે શરુ થઇ ગયો છે. આ શો માટે દેશ-વિદેશના ચાહકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પહોંચ્યા છે.

આ પણ વાંચો - નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનું પર્ફોમન્સ, ગ્રાઉન્ડ હાઉસફુલ

Advertisment

ફેબ્રુઆરીની શરુઆતમાં માવઠાની આગાહી

રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 30-31 જાન્યુઆરી બાદ માવઠું પડી શકે છે. પાંચ ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે છે. માવઠા પહેલાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થશે અને ધીમે-ધીમે ઉનાળાનો અનુભવ થશે.

ફ્લાવર શો વધુ બે દિવસ લંબાયો

સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે. આ વર્ષે 3 જાન્યુઆરી 2025થી ઈન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થયો હતો. જે ગત 22 જાન્યુઆરી સુધી ચાલું રહેવાનો હતો. આ પછી લોકોની માગને કારણે AMCએ 23 અને 24 જાન્યુઆરીએ પણ ફ્લાવર શો શરૂ રાખવાનું નક્કી કર્યું હતું. ત્યારે હવે AMCના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આજે અને આવતીકાલે એટલે કે 25 અને 26 જાન્યુઆરીએ ફ્લાવર શો ચાલું રહેશે.

107 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર

ખંભાતમાંથી 107 કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા 6 આરોપીને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત