ગુજરાત : આજના મહત્ત્વના સમાચાર, રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો

Gujarat Top Headlines 26 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. આમિર ખાને પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે ગુજરાતમાં છે

Written by Ashish Goyal
January 26, 2025 20:06 IST
ગુજરાત : આજના મહત્ત્વના સમાચાર, રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં ધામધૂમથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાપીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બીજી તરફ અભિનેતા આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો હતો.

આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન

તાપીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ

26મી જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે.બીજા દિવસે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. સ્ટેડિયમ બહાર લોકોની ભીડ જોવા મળી હતી.

આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો

આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. આમિર ખાને પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે ગુજરાતમાં છે.

દ્વારકા સર્કિટ હાઉસ પરિસરમાં આવેલા બગીચામાં આગ

દ્વારકાના સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીથી પરિસરમાં આવેલા બગીચામાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત, ગુજરાતના 11 પોલીસકર્મીને શૌર્ય અને સેવા મેડલ

સુરતમાં વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને કારથી ઉડાવ્યો

સુરતની અઠવાલાઈન્સ પોલીસ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરતી હતી. ત્યારે અઠવાગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરની કાર અટકાવવા પ્રયાસ કરતા હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યા હતા. જેથી તેમને ઇજા પહોંચી હતી. પોલીસે આરોપી બુટલેગરની ધરપકડ કરી તેના વિરૂદ્ધ પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શૉ

જામનગરમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા પ્રજાસત્તાક દિવસે અદ્ભુત અને અકલ્પનીય એર શૉ યોજવામાં આવ્યો હતો. બે દિવસીય એર શૉના બીજા દિવસે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એક સાથે 9 વિમાનો વડે આકાશમાં દિલધડક કરતબો કરી જામનગરવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રજાસત્તાક પર્વ નિમિતે રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલોરંગોનું આકાશમાં પ્રદર્શન કરાયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ