ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, દક્ષિણ આફ્રિકામાં 3 ગુજરાતીના મોત, બે દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ

Gujarat News Today : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. દક્ષિણ આફ્રિકામાં એક અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવકોના મોત થયા. કામ પર જતી વખતે અકસ્માત થતાં વાહનમાં આગ લાગી ગઈ હતી

Gujarat News Today : ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. દક્ષિણ આફ્રિકામાં એક અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવકોના મોત થયા. કામ પર જતી વખતે અકસ્માત થતાં વાહનમાં આગ લાગી ગઈ હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં કારમાં આગ લાગતા 3 ગુજરાતીના મોત થયા છે. ભરૂચના ત્રણ યુવકોના મોત થયા છે. કામ પર જતી વખતે અકસ્માત થતાં વાહનમાં આગ લાગી ગઈ હતી. બીજી તરફ આજથી સાત મહાનગરોમાં બે દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો છે

Advertisment

દિલ્હીમાં ઐતિહાસિક જીત બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકરોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ યશસ્વી વિજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશમાં થયેલા સર્વાંગી વિકાસ, કલ્યાણકારી યોજનાઓ, વિકસિત ભારત માટેના સંકલ્પ અને સુશાસન પ્રત્યે દિલ્હીની જનતાના વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ભાજપની વિકાસની રાજનીતિ પસંદ કરવા બદલ દિલ્હીના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં ભાજપના સુશાસનમાં દિલ્હીના લોકો જલ્દી વર્તમાન સમસ્યાઓથી મુક્ત થશે અને દિલ્હી વિકાસ અને જન કલ્યાણની નવી વ્યાખ્યા લખશે.

દક્ષિણ આફ્રિકામાં કારમાં આગ લાગતા 3 ગુજરાતીના મોત

દક્ષિણ આફ્રિકામાં એક અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવકોના મોત થયા છે. કામ પર જતી વખતે અકસ્માત થતાં વાહનમાં આગ લાગી ગઈ હતી. જેમાં ત્રણ યુવક ભડથું થયા હતા. મૃતકો ભરૂચના ત્રાલસા કોઠી ગામના રહેવાસી છે. તેમના અકસ્માતના સમાચારથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બે દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ

આજથી સાત મહાનગરોમાં બે દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટા પ્રમાણમાં પૌષ્ટિક મિલેટ્સ અને તેના ઉત્પાદનો વેચાણ માટે લાવ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 125થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

Advertisment

સુરતમાં અકસ્માત, બે ના મોત

સુરતમાં ગત મોડી રાત્રે 130ની સ્પીડે જઈ રહેલી કારે ડિવાઈડર કુદાવીને પાંચ વાહનને અડફેટે લીધા હતા. જેમાં બે સગાભાઈના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બન્ને મૃતકો મૂળ ગીર સોમનાથના વતની છે.

અમદાવાદમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ

અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. ફાયર બ્રિગેડની 14 ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત