/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાંજે જામનગર આવી પહોંચ્યા છે. જામનગરમાં રાત્રિરોકાણ કરશે. બીજી તરફ રાજ્યમાં 1 માર્ચથી વિધિવત રીતે ઉનાળાની ગરમીની શરુઆત થઇ ગઇ છે.
પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાંજે જામનગર આવી પહોંચ્યા છે. જામનગરમાં રાત્રિરોકાણ કરશે. રવિવારે અનંત અંબાણીના પ્રાણીસંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર વનતારાની મુલાકાત લેશે. આ પછી સાસણ ગીર ખાતે નેશનલ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે અને સાસણમાં જ રાત્રિરોકાણ કરશે. સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે.
સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટ આગ અપડેટ
સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગનું કારણ જાણવા FSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ બપોર અને 26 તારીખે સવારે આગ લાગી હતી.
ભાવનગરના શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો યુપીમાં ગમખ્વાર અકસ્માત, 2નાં મોત
ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો શનિવારે ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જેમાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા.
આજથી ઉનાળાની શરૂઆત
રાજ્યમાં આજથી વિધિવત ઉનાળાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ અનુસાર 1 માર્ચથી ઉનાળાની ઋતુ શરુ થઇ છે. જોકે આ વર્ષે ગરમી એક મહિના પહેલા જ પ્રવેશી ચૂકી છે. વર્ષ 2025નો ફેબ્રુઆરી મહિનો છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યો છે.
ભાવનગરમાં નવજાત બાળા તરછોડેલી મળી આવી
ભાવનગરમાં અવાવરું સ્થળે બાવળના કાંટામા નવજાત બાળા તરછોડી મળી આવી છે. પોલીસ તથા 108 ને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108 ના સ્ટાફે નવજાત બાળકીનો કબ્જો લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us